ડાંગ જિલ્લામાં બસ દુર્ઘટના બાદ આરટીઓ દ્વારા સાવધાનીના પગલા

0
7

પ્રવાસી બસોના ડ્રાઈવરોને માર્ગદર્શન આપવામાં આવશે
આહવા, તા.૧૦
ડાંગ જિલ્લામાં ગત દિવસોમાં બનેલી બસ અકસ્માતની ગોઝારી ઘટનામાંથી બોધપાઠ લઇને, વઘઇના આર.ટી.ઓ. દ્વારા સાવચેતી સાથે ચોક્સાઇ રાખવામાં આવી રહી છે.
ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ આર.ટી.ઓ. ચેકપોસ્ટ ખાતેથી પસાર થતી સાપુતારા સહિતના પ્રવાસન સ્થળોએ જનારી તમામ પ્રવાસી બસો સહિત વિશેષ કરીને સ્કૂલ પ્રવાસની બસોને અહીં આંતરી, તેના ડ્રાયવર-કન્ડકટર સહિત શિક્ષકોને અલાયદા બોલાવી, તેમનો ક્લાસ લઇને વાહન વ્યવહાર અધિકારી શ્રી જીગનેશ સોલંકી દ્વારા તમામ નીતિ નિયમો, દસ્તાવેજા અને ડાંગ જિલ્લાની વિશિષ્ટ ભૃપુષ્ઠનો ખ્યાલ આપી, તેમના ભરોસે અનેક મહામૂલી માનવ જીંદગી રહેલી છે તેવી સમજાવટ સાથે જરૂરી માર્ગદર્શન પુરૂ પડાઇ રહ્નાં છે. જેને લઇને પ્રવાસીઓમાં વિશેષ જાગૃતિ સાથે પ્રશાસન પ્રત્યે અહોભાવની લાગણી પણ જન્મી રહી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY