ઇશા ગુપ્તાએ અભદ્ર કમેન્ટને લઈ હાર્દિક પંડ્યાને વખોડ્યો

0
7

મુંબઈ,તા.૧૨
કરણ જાહરનાં ચેટ શા ‘કાફી વિથ કરણ’માં હાર્દિક પંડ્યા દ્વારા મહિલાઓ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર કામેન્ટ બાદ સોશિયલ મીડિયા પર તેને ભયંકર ટ્રોલ કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા સામે તપાસનાં આદેશ પણ અપાયા છે. તપાસ પુરી ના થાય ત્યાં સુધી હાર્દિક પંડ્યા ટીમનો ભાગ બની શકશે નહીં. બોલીવુડની ઘણી અભિનેત્રીઓ સાથે તેનું નામ જાડાઇ ચુક્યું છે, જેમાં ઈશા ગુપ્તાનું નામ પણ છે, પરંતુ ઈશાને આ પસંદ નથી.
આજે મુંબઈમાં જ્યારે તેને ‘ગેટ ડર્ટી’નાં લોન્ચિંગ દરમિયાન હાર્દિક પંડ્યા વિશે ઈશાને પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેને પસંદ આવ્યું નહોતુ. હાર્દિક વિશે પ્રશ્ન પુછાતા ઈશા ગુસ્સે થઈ ગઈ હતી. જ્યારે ઈશાને પ્રશ્ન પુછવામાં આવ્યો કે, “તાજેતરમાં જ તમારા દોસ્ત હાર્દિક પંડ્યાએ કાફી વિથ કરણમાં મહિલાઓને વાંધાજનક કામેન્ટ કરી છે.” તો સૌથી પહેલા તેણે કહ્યું કે, “કોણે કહ્યું કે હાર્દિક પંડ્યા મારો દોસ્ત છે?” ઈશાએ હાર્દિકની આ કામેન્ટને કાઉન્ટર કરતા કહ્યું કે, “પહેલા તો મહિલાઓએ પોતાને પુરૂષો સાથે સરખાવવી ના જાઇએ. આપણે દરેક રીતે સૌથી ચઢિયાતા છીએ. હું કોઇને ખોટુ લગાડવા નથી ઇચ્છતી, પરંતુ તમે કેમ બાળકોને જન્મ નથી આપતા? ત્યારે તમને ખબર પડશે. તમને મહિનામાં ૫ દિવસ પીરિયડ્‌સ થાય અને જ્યારે તમને પીરિયડ્‌સ હોય ત્યારે ડાન્સ કરવો પડે, આૅફિસ જવું પડે, બાળકોને સંભાળવા પડે, જ્યારે તમે આ બધુ કરી શકો ત્યારે તમે ચઢિયાતા છો.”
ઈશા વધુમાં કહે છે કે, “મને નથી લાગતુ કે કોઇએ પણ મહિલાઓ વિશે ખરાબ વાત કહેવી જાઇએ. જા તમને લાગે છે કે તમારા પરિવારને આ વિશે કોઇ જ પ્રોબ્લેમ નથી તો ભલે ના હોય પરંતુ હ્યુમાનિટીને છે.” ઈશાએ કરણ જાહર અને તેના શા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. ઈશા કહે છે કે, “આપણે પહેલા આવી વાતોને પ્રોત્સાહન આપીએ છીએ અને પછી વિરોધ કરીએ છીએ. મને લાગે છે કે પહેલી વખતથી જ પ્રશ્નો ઉઠાવવા જાઇતા હતા, સૌ પર, જે પણ ઇન્વાલ્વ હતુ એ શામાં.”

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY