સાગબારાની ચીકાલી ફાટક પાસેથી પોલીસે બે લાખથી વધુનો દારુ સહિતના મુદ્દામાલ સાથે ત્રણને ઝડપી લીધા 

0
269

રાજપીપળા : નર્મદા જિલ્લા સાગબારા પોલીસે નાકાબંધી દરમિયાન પસાર થતી એક ગાડીમાંથી બે લાખથી વધુના દારૂ  સહિતના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ કરી હતી

નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તરફથી દારૂ,જુગાર અંગેની પ્રવૃતિને ડામી દેવા આપેલ સુચના મુજબ રાજપીપળા સાગબારા પીએસઆઇ ડી.એ.ક્રિયન તથા પોલીસ સ્ટાફના માણસો સાથે તપાસમાં હતા ત્યારે મળેલ બાતમીના આધારે ચીકાલી ફાટક ખાતે નાકાબંધી દરમ્યાન મહારાષ્ટ્ર તરફથી આવતી હોન્ડા સીટી ગાડી નંબર GJ 5 CA 9278 ગાડીને રોકી અંદર બેઠેલ ત્રણે વ્યક્તિઓની પૂછપરછ કરતા તે ત્રણેય પૈકી (૧) મિતેશભાઇ કંચનભાઇ પટેલ(ર) રાજેશભાઇ શંકરભાઇ પટેલ (૩) કામીલભાઇ ભરતભાઇ પટેલ ત્રણે રહે.ઘાનપોર તા.નાંદોદ,જી.નર્મદાના હોવાનુ જણાવેલ જયારે આ ગાડીની અંદર ચેક કરતા અંદર વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જેમાં બોમ્બે સ્પેશીયલ વ્હીસ્કી ૧૮૦ એમ.એલની પેટીઓ નંગ-૧૫ જે દરેકમાં ૪૮-નંગ ક્વાટરીયા લેખે ફૂલ-૧૫ પેટીઓમાં કુલ ક્વાટરીયા નંગ-૭૨૦ કિ.રૂ.૩૬,૦૦૦/-નો પ્રોહી.નો મુદ્દામાલ મળી આવતા તેમજ પકડાયેલ આરોપીઓની અંગ ઝડતીમાંથી મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૧૫,૫૦૦/-તથા હોન્ડા સીટી ગાડીની કિ.રૂ.૧,૫૦,૦૦૦/-મળી કુલ કિંમત રૂપિયા ૨,૦૧,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી સાગબારા પોલીસે ગુનો દાખલ કરી ત્રણેય વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY