ઉત્તરાયણના દિવસે રાજપીપળામાં પાંચ પક્ષીઓ ઈજાગ્રસ્ત જેમાં એકે જીવ ગુમાવ્યો


રાજપીપળા : ઉત્તરાયણના એકજ દિવસમાં રાજપીપળા શહેરમાં પાંચ પક્ષીઓ ઘાયલ થયા હતા જેમાંથી ચારને સારવાર આપી બચાવી લેવાયા હતા પરંતુ એક તો મૃત હાલાતમાંજ મળ્યું હતું ત્યારે દર વર્ષની માફક હેલ્પ ગ્રુપ રાજપીપળાની ટીમે ઘાયલ પક્ષીઓને બચાવવા અભિયાન ઉપાડ્યું હતું જેના કારણે પતંગના દોરાના કારણે ઘાયલ થયેલા પક્ષીઓને હેલ્પ ગ્રુપના સભ્યો તાત્કાલિક પશુ દવાખાને લઈ ગયા જ્યાં પશુ ચિકિત્સક ર્ડો.કે એચ રાઠવા એ તાત્કાલિક સારવાર આપતા ચાર પક્ષીઓ ને બચાવી લીધા હતા જોકે જીવ ગુમાવનાર એક પક્ષીનું વધુ ગંભીર ઇજાના કારણે દવાખાને પોંહચતા પહેલાજ પ્રાણપંખેરું ઉડી ગયું હતું ત્યારે ચાર પક્ષીઓને બચાવવામાં હેલ્પ ગ્રુપની મેહનત અને ડોક્ટર ની સારવાર સફળ થઈ હતી આમ દર વર્ષે હેલ્પ ગ્રુપની ટિમ દ્વારા ચલાવાતા પક્ષી બચાવ અભિયાન એક માનવતાનું ઉદાહરણ પાર પાડે છે.સાથે સાથે આ ગ્રૂપના સભ્યો આવા અનેક સેવાકીય કર્યો કરતા નજરે પડે છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




