રાજપીપળાથી પતંગો લઈ પરત ફરતા ત્રણ મિત્રોની બાઈકને ટ્રકે ટક્કર મારતા એકનું મોત બેને ગંભીર ઇજા
નાંદોદના કુમસગામના ત્રણ મિત્રો રવિવારે પતંગ ખરીદવા રાજપીપળા આવ્યા અને અકસ્માત થયો
રાજપીપળા: નાંદોદ તાલુકાના કુમસગામના ત્રણ મિત્રો રવિવારે રાજપીપળા ખાતે પતંગ દોરાની ખરીદી કરી બાઈક પર પરત ઘરે જતા હતા ત્યારે ઢોલાર વિરપોર વચ્ચે પુરપાટ આવતી એક હાઇવા ટ્રકે બાઇક ને અડફટે લેતા ત્રણ પૈકી અનિલ રમણભાઈ વસાવા ,સંદીપ શશિકાન્તભાઈ વસાવા અને ભુપેન્દ્ર વસાવા નામના ત્રણ મિત્રો ટ્રકની ટક્કરે ફંગોળાઈ જતા ગંભીર ઈજાઓ થતા ભુપેન્દ્ર વસાવાનું ઘટના સ્થળેજ મોત થયું હતું જયારે અનિલ અને સંદીપને સારવાર માટે રાજપીપળા સિવિલ લાવ્યા બાદ સંદીપની હાલત નાજુક હોય એને સુરત લઈ જવાયો હતો અને અનિલની રાજપીપળા સિવિલમાં સારવાર ચાલી રહી છે આમ ઉત્તરાયણની મજા માણવા પતંગો લઈ પરત ફરનાર ત્રણ મિત્રોના પરિવારમાં ખુશીના બદલે દુઃખ ફેલાયું હતું હાલ આમલેથા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અકસ્માત કરનાર હાઇવા ટ્રકના ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





