૨૮ જેટલાં અધિકારીઓ/કર્મચારીઓને ચૂંટણીતંત્ર દ્વારા નોટીસ ફટકારતા ફફડાટ
રાજપીપળા : નર્મદા જિલ્લામાં તા.૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે ૨૧-છોટાઉદેપુર (અ.જ.જા.) સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદ વિભાનસભા મતવિસ્તાર માટે આજે સવારે રાજપીપળા ખાતે આયુર્વેદિક કોલેજમાં યોજાયેલી પ્રિસાઇડીંગ અધિકારીઓ તેમજ બપોર બાદ આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસરોની પ્રથમ તાલીમમાં આગોતરી જાણ અને વાજબી કારણો વિના ગેરહાજર રહેલાં ૧૮ જેટલાં પ્રિસાઇડીંગ ઓફિસર અને ૧૦ આસીસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસરોને ચૂંટણીલક્ષી તાલીમમાં ગેરહાજર રહેવા બદલ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલે નોટીસ બજાવવાના કરેલા આદેશ અન્વયે નાંદોદનાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કે.ડી. ભગત દ્વારા આજે આ ૨૮ જેટલાં અધિકારીઓ/કર્મચારીઓને ગેરહાજરી સબબ નોટીસ પાઠવવામાં આવી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




