નર્મદા બ્રેકીંગ…રાજપીપળામાં બે જૂથ વચ્ચે અથડામણ

0
126

રાજપીપળા સબજેલ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ. પથ્થરમારો કેટલાકને ઇજા,કાચની બોટલો, પથ્થરો સામસામે ફેંકાતા તંગદિલી

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર પણ પથ્થર અને બોટલો વડે હુમલો. જેમાં એક પોલીસ જવાન ઇજાગ્રસ્ત થતા રાજપીપળા સિવિલમાં સારવાર લીધી

રાજપીપળા : રાજપીપળા સબજેલ પાછળ હિન્દૂ મુસ્લિમ વસ્તી ભેગી રહે છે.જ્યાં કોઈ અગમ્ય કારણસર હિન્દૂ મુસ્લિમના બે જૂથો આમને સામને આવી જતા તંગદિલી સર્જાઈ હતી. અને સામસામે પથ્થર મારો થયો જેં છુી કાચીોટલો મારતા એક પોલીસ જવાનને કાચની બોટલ માથામાં વાગી હતી જેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જોકે ઘટનાની જાણ થતાં ટાઉન પીઆઇ, તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા સાથે ઘટનાસ્થળે ટાઉન પોલીસ, એલસીબી અને એસઓજીનો કાફલો પણ દોડી આવતા કડક પોલીસ બંધોબસ્ત ગોઠવી દેતા કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. બાદમાં પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.

ઘટનાને પગલે એ.એસ.પી અચલ ત્યાગી, ડીવાયએસપી રાજેશ પરમાર, પણ ત્યાં દોડી આવ્યા હતા. 

મળતી માહિતી મુજબ આ અથડામણ છેડતીની બાબતે થઈ હતી એક વિધવા મહિલા બાબતે હિન્દૂ અને મુસ્લિમ યુવાનો વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી જેમાં આજુબાજુના યુવાનો મદદની જગ્યાએ મારમારીમાં જોડાયા અને પરિસ્થિતિ ગંભીર બની જોત જોતામાં આ ઝગડાએ વિકરાળ રૂપ લઈ લીધું અને હિન્દૂ મુસ્લિમ બે જુથો સામસામે આવી પથ્થરમારો થયો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધી આ વિસ્તારમાં પથ્થરમારો ચાલતો હતો જેથી પોલીસે અમલેથા કેવડિયા અહિતની પોલીસ ટીમો બોલાવી દેવાની નોબત આવી પડી હતી .

બોક્ષ : આ લખાય છે ત્યારે સાંજે લઘભગ 7-15 કલાકે રાજપીપળા પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે પરંતુ આ માથાકૂટ સેના કારણે થઈ એ હજુ જાણી શકાયું નથી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9407975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY