લવ રંજનની ફિલ્મમાં દીપિકા રણબીર કપૂર સાથે ચમકશે

0
25

મુંબઈ,તા.૧૫
એક સમયની હિટ જાડી રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ ફરી એક ફિલ્મમાં સાથે દેખાશે એવી જાણકારી મલી હતી. અગાઉ આ બંને યહ જવાની હૈ દિવાનીમાં સાથે ચમકિયા હતાં અને ત્યારે બંને વચ્ચે અફેર હોવાની વાતો પણ ઊડી હતી.
હાલ સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મના સર્જક લવ રંજન
આભાર – નિહારીકા રવિયા એક ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા છે જેમાં રણબીર કપૂર અને દીપિકા ઉપરાંત અજય દેવગણ પણ ચમકી રહ્યો છે.
આ ફિલ્મ ૨૦૧૯ની મધ્યમાં ફ્લોર પર જવાની છે. લવ રંજનની નિકટનાં સૂત્રોએ કહ્યું કે બે જારદાર હીરો ફિલ્મમાં હોવા ઉપરાંત સ્ક્રીપ્ટમાં સ્ત્રી પાત્ર પણ જારદાર છે અને લવ રંજનની ઇચ્છા દીપિકાને સાઇન કરવાની છે. દીપિકાને સ્ટોરી ગમી છે. જા કે હજુ એણે ઐાપચારિક રીતે ફિલ્મ સાઇન કરી નથી.
હાલ દીપિકા મેઘના ગુલઝારની છપાક્‌ ફિલ્મના શૂટિંગમાં બીઝી છે. આ ફિલ્મ એક હયાત મહિલા લક્ષ્મી અગ્રવાલ સાથે બનેલી સત્યઘટના પર આધારિત કથા ધરાવે છે. લક્ષ્મી પર એકપક્ષી આકર્ષણ ધરાવતા યુવકે એસિડ રેડીને એને જલાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. દ્રઢ મનોબળ અને સમયસરની સારવારથી લક્ષ્મી બચી ગઇ હતી. દીપિકા લક્ષ્મીનો રોલ કરે છે. જૂન સુધીમાં મેઘનાની ફિલ્મ પૂરી થઇ જવાની ધારણા છે. ત્યારબાદ દીપિકા લવ રંજનની ફિલ્મ શરૃ કરી શકશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY