ઇન્જેક્શન આપતા દર્દીનું મોત થયાના પરિવારનાં આરોપથી હોસ્પિટલમાં તોડફોડ

0
6

સુરત,તા.૨૧
સુરત ભાજપના કોર્પોરેટર અને ડોક્ટર ના દવાખાને સારવાર માટે આવેલા દર્દીનું મોત થયા બાદ હોબાળો થયો છે. શરદી ખાસી જેવા સામાન્ય રોગોમાં આપેલા ઇન્જેક્શનથી દર્દીનો મોત થયાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ હલ્લો મચાવ્યો હતો.
બૂટ દર્દીના પરિવાર અને લોકોએ ડોક્ટરના ક્લિનિક પર હુમલો કરવા સાથે ભાજપના કોર્પોરેટરની પણ માર મારી લીધો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવીને મામલો કાબુમાં કર્યો હતો.
સુરતના પાંડેસરા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ નજીક ભાજપના કોર્પોરેટર એવા ડોક્ટર ડી એમ વાનખેડેના દવાખાને સરદી ખાસી નો દર્દી દવા લેવા આવ્યો હતો. સારવાર માટે આવેલા દર્દીને ડોક્ટરે ઇન્જેક્શન માર્યા બાદ મોત થયા હોવાનો આક્ષેપ સગાઓએ કર્યો હતો. વાનખેડેના દવાખાને દર્દીનું મોત થતાં ઉશ્કેરાયેલા પરિવારજનોએ ડોક્ટરને મારવા લીધો હતો.
આ હોબાળા બાદ દર્દીના સગા અને સ્થાનિક લોકો દવાખાના બહાર ભેગા થઈ ગયા હતા. મૃતક દર્દીના સગાઓ નો આક્રંદ અને આક્ષેપ બાદ મામલો ગરમાયો હતો. ભેગા થયેલા લોકોએ અને દર્દીના સગાઓએ ડાક્ટરના દવાખાના પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. કેટલાક લોકોએ વાનખેડે ને માર મારવાનું શરૂ કર્યું હતું.
જાતજાતામાં ટોળું મોટું થતાં મામલો ગરમાયો હતો અને વધુ તોફાન થાય તેવી શક્્યતા હતી. ડોક્ટર ને માર મારવા ઉપરાંત દવાખાના પર પથ્થરમારો થતા કોઈએ પોલીસને જાણ કરી હતી. પાંડેસરા પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી ગઈ હતી. પોલીસની દરમિયાનગીરી બાદ મામલો થાળે પડતા ભાજપના કોર્પોરેટર ની મુશ્કેલી ઓછી થઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY