સૈયદપુરામાં ચપ્પુની અણીએ હીરા જડીત દાગીના સહિત ત્રણ લાખની લૂંટ

0
3

ત્રણ લૂંટારૂઓએ ચપ્પુ દેખાડી હીરાના વેપારીને લૂંટી લીધો
સુરત, તા. ૨૩
હીરાના વેપારીને સૈયદપુરા અસારાવાળી હોસ્પિટલ પાસે ત્રણ અજાણ્યા મોટર સાઈકલ સવારે આતંકી ચપ્પુ બતાવીછ દસ તોલાનું બ્રેસલેટ મોબાઈલ ફોન, રોકડા મળી કુલ્લે રૂપિયા ત્રણ લાખની મતાની લૂંટ કરી નાસી ગયા હતા.
લાલગેટ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લાલદરવાજા સિટી સેન્ટર ખાતે રહેતા હીરા વેપારી વિરેનભાઈ બાબુભાઈ ગાબાણી ગત તા. ૨૨મીના રોજ રાત્રે ૧૧ઃ૪૫ કલાકે સૈયદપુરા અસારાવાળી હોસ્પિટલ પાસેથી પોતાની મોટર સાઈકલ ઉપર પસાર થતાં હતા, ત્યારે બાઈક સવાર ત્રણ અજાણ્યા વ્યકિત અચાનક ધસી આવી સરનામુ પૂછવાને બહાને પકડી ચપ્પુ બતાવી હીરા જડીત સોનાનું બ્રેસલેટ, વીટી, બે મોબાઈલ ફોન, રોકડા રૂપિયા ૪૦,૦૦૦ મળી કુલ્લે રૂપિયા ત્રણ લાખની મતા લૂંટી નાસી ગયા હતા. હીરા વેપારી હિરેન ગાબાણીએ લાલગેટ પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પો.ઈ. આર.એન. પટેલે તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY