રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની શાળામાં અભ્યાસ કરતી સગીર વયની દીકરીને નજીકના ગામનો એક યુવાન લગ્નની લાલચ આપી ભગાડી જતા દીકરીના પિતાએ કેવડિયા પોલીસમાં ફરિયાદ આપી હતી
ગરુડેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી સગીર વયની દીકરી ગત તારીખ 16 ના રોજ શાળા એ જવા નીકળેલી એ ખડગડા ગામે પોહચી ત્યાં નવાગામમાં રહેતો ધર્મેન્દ્ર જયંતીભાઇ તડવી નામનો યુવાન એને ખડગડાથી લગ્ન કરવાની લાલચ આપી પટાવી ભગાડી ગયો હોવાની ફરિયાદ દીકરીના પિતાએ કેવડિયા પોલીસ સ્ટેશને આપતા પોલીસે ફરિયાદીની સગીર વયની દીકરી અને ભગાડી જનાર યુવાન ધર્મેન્દ્ર તડવીની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.તપાસ સી પી આઈ ડી બી શુક્લ કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર ,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




