કંગનાના રૌદ્ર સ્વરૂપને જોઇ કરણી સેના ડરી ગઈ..?!!

0
6

મુંબઈ,તા.૨૧
મોખરાની અભિનેત્રી નેશનલ એવોર્જ વિજેતા કંગના રનૌતે કરણી સેનાને પડકારી અને ફિલ્મ મણીકર્ણિકાનો વિરોધ કરનારા સામે લડી લેવાનો જાહેર લલકાર કર્યો ત્યારબાદ કરણી સેના ટાઢી પડી ગઇ હોય એવી છાપ પડી હતી.
એક અંગ્રેજી સાપ્તાહિકને આપેલી મુલાકાતમાં કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા લોકેન્દ્ર સિંઘ કાલ્વીએ એવો દાવો કર્યો હતો કે અમને ફિલ્મ મણીકર્ણિકા સામે કોઇ વાંધો-વિરોધ નથી કારણ કે કોઇ કહેતાં કોઇ સંસ્થા યા વ્યકિતએ આ ફિલ્મની કથા કે રજૂઆત અંગે ફરિયાદ કરી નથી. અમે મણીકર્ણિકાનો કોઇ વિરોધ કરવાના નથી.
હજુ ગયા સપ્તાહે પોતાને કરણી સેનાના પ્રમુખ તરીકે એાળખાવતા એક માણસે કરણી સેનાના લેટર હેડ પર થિયેટર માલિકોને એવી વિનંતી કરતો પત્ર મોકલ્યો હતો કે મણીકર્ણિકામાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ વિશે વિકૃત રજૂઆત કરાઇ હોવાથી અમે એનો વિરોધ કરવાના છીએ અને તમને અમે વિનંતી કરીએ છીએ કે આ ફિલ્મ તમારા થિયટરમાં રજૂ નહીં કરતા. તમે ફિલ્મ રજૂ કરો અને કંઇ થાય તો એની જવાબદારી તમારી પોતાની રહેશે.
તરત કંગનાએ જાહેરમાં કરણી સેનાને પડકારતાં કહ્યું હતું કે હું પણ રજપૂત પરિવારની છું. મારી સામે કે મારી ફિલ્મ સામે પડનારાને હું ખતમ કરી નાખીશ… કંગનાના રૌદ્ર સ્વરૃપને જાઇને કરણી સેના ઠંડી પડી ગઇ હોવાની છાપ પડી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY