રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસરે ત્રીજું નેત્ર ખોલ્યું…

0
909

નગરપાલિકા શોપિંગ સેન્ટરના 40 દુકાનદારોને લાખોના બાકી ભાડા માટે નોટિસ ફટકારતા ફફડાટ 

નગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં ભાડાપટ્ટે આપેલી 40 દુકાનનું ઘણા સમયથી લાખો રૂપિયા ભાડું બાકી હોય મગ નુ નામ મરી ન પાડતા દુકાનદારો સામે લાલ આંખ 

એક તો પાલિકાની આર્થિક સ્તિથી નબળી હોય ઉપરથી અમુક વિસ્તારના બાકી વેરા અને લાખોનું ભાડું બાકી હોય ચીફ ઓફિસરે વર્ષોથી અભરાઈ એ મુકેલી બાકી રકમની ફાઈલો કાઢતા ભૂકંપ જેવી સ્તિથી

રાજપીપળા : રાજપીપળા નગરપાલિકાની આર્થિક હાલત ઘણા વર્ષોથી નબળી હોય કરોડો રૂપિયા લાઈટબીલ પણ બાકી છે ત્યારે રાજપીપા શહેરમાં વેરા સહીત જ્યાં જ્યાં પાલિકાએ લેવાની બાકી રકમ હોય એ બાબતે ચીફ ઓફિસર અમિત પંડ્યા એ નજર મારતા વર્ષોથી આળસ મરડતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.

રાજપીપાના પ્રવેશ દ્વાર કાળાધોડા પાસે આવેલા નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં ભાડાપટ્ટે અપાયેલી 40 જેવી દુકાનોનું વર્ષોથી ભાડું બાકી હોય દુકાનદારો ભાડું ભરવા મગનુ નામ મરી પાડવા તૈયાર ન હતા ત્યારે થોડા મહિના પહેલાજ ચાર્જ સંભાળતા ચીફ ઓફિસર અમિત પંડ્યા એ એક બાદ એક અભરાઈ પર પડેલી ફાઈલો પરથી ધૂળ ખંખેરવાની શરૂઆત કરી જેમાં વેરા બાદ ાલ શોિંગ સેટરની દુકાનોનું લાખો રૂપિયા ભાડું બાકી જણાતા ભાડાપટ્ટે આપેલી આ દુકાનોને નોટિસ ફટકારી હતી જેમાં 40 દુકાનોના ભાડા પેટે 12 લાખ રૂપિયાથી વધુની રકમ બાકી હોય તાત્કાલિક ભરવા જણાવ્યું હતું સાથે 31 જાન્યુઆરી સુધી આ બાકી ભાડું ભરપાઈ નહીં કરે તો કરારની સરતો મુજબ ડિપોઝીટ અને દુકાનનો સામાન જપ્ત કરી દંડ સાથે વસુલ કરવાની નોટિસ આપતાંજ દુકાનદારોમાં ફફડાટ ફેલાયો જોવા મળ્યો અને અમુક તો તાત્કાલિક ભાડું ભરવાની તજવીજ માં લાગી ગયા હતા. રાજપીપળા નગરપાલિકાની સ્તિથી છતે પૈસે નબળી જણાતા હવે એમાં મોટાપાયે સુધારા દેખાઈ રહ્યા છે .

બોક્ષ : પાલિકાના માથે કરોડોનું દેવું હોય નીકળતા પૈસા કઢાવવા જરૂરી છે માટે નોટિસ આપી છે : અમિત પંડ્યા 

પાલિકાના કડક ચીફ ઓફિસર અમિતભાઈ પંડ્યાએ જણાવ્યું કે ઘણા સમયથી આ દુકાનદારોનું લાખો રૂપિયાનું ભાડું બાકી પડતું હોય પાલિકાની આર્થિક સ્તિથી નબળી હોય ત્યારે બાકી વેરા કે ભાડા ની આવક એ આવે તો સ્તિથી સુધરે માટે અમે હાલ દુકાનદારોને નોટિસ આપી છે અને જાન્યુઆરી ના અંત સુધી ભાડું નહીં ભરે તો નિયમ મુજબ ડિપોઝીટ અને દંડ સહિતની કાર્યવાહી કરતા અમે ખચકાઈસુ નહીં એમાં કોઈ લાગવગ કે સ્નેહ સરમ ચાલે નહીં .

ચીફ રીપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY