ઈશા દેઓલ બીજી વખત ગુડ ન્યુઝ આપશે..!!

0
19

મુંબઈ,તા.૨૨
બોલીવૂડ અભિનેત્રી ઈશા દેઓલ થોડા સમયમાં ખુશખબરી સંભળાવશે. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દિકરી ઈશા દેઓલ માતા બનવાની છે. પોતાની પ્રેગ્નેન્સીની જાણકારી ઈશાએ ખૂબ જ અલગ અંદાજમાં શેર કરી હતી. ઈશાએ ૨૦૧૭માં એક દિકરીને જન્મ આપ્યો હતો જેનું નામ રાધ્યા રાખ્યું છે.
ઈશાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની દિકરી રાધ્યાની તસવીર શેર કરી શાનદાર કેપ્શન આપ્યું છે. ઈશાએ દિકરી રાધ્યાની તસવીર શેર કરતા લખ્યું- મને મોટી બહેન તરીકે પ્રમોશન મળવાનું છે.
ઈશા દેઓલ અને ભરતે વર્ષ ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. આ બંનેના લવ મેરેજ હતા. લગ્ન બાદ ઈશા ફિલ્મોથી દૂર છે. ઈશાએ ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૨માં ફિલ્મ કોઈ મેરે દિલ સે પુછે થી કરી હતી. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેયર એવોર્ડ પણ મળ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY