રાજપીપળા એસટી ડેપોના કંટ્રોલર ફોન ઉપાડતા ન હોવાની વારંવારની ફરિયાદો
રાજપીપળા : નર્મદા જિલ્લાનું એકમાત્ર વડું રાજપીપળા એસટી ડેપોમાં અનેક તકલીફો છે જેમાં હાલ પડી રહેલી આકરી ગરમીમાં મુસાફરોને બસનો સમય પૂછવા ચેક ડેપો સુધી લાંબા થવું પડે છે .
રાજપીપળા એસટી ડેપો માં કંટ્રોલર કેબિનમાં બેઠેલા અમુક કંટ્રોલર જગ્યા છોડી ફરતા હોય સાથે લેન્ડલાઈન ફોનની રિંગ બંધ કે એકદમ ધીમી કરી ટાઈમ પૂછવા ફોન કરતા મુસાફરોને જવાબ ન આપવા પડે માટે હેરાન કરવા ટેવાયેલા હોવાની વારંવાર ફરિયાદો ઉઠી છે ત્યારે અમુક મુસાફરો તો આ મહાશયોની કસોટી લેવા કંટ્રોલર કેબીન બહાર જ ઉભા રહી મોબાઈલ થી ડેપોના લેન્ડલાઈન પર રિંગ મારી ચકાસણી કરી હોય તેમાં પણ રિંગ વાગવા છતાં જાણે કાન બંધ કરી ગપ્પા મારવા ટેવાયેલા અમુક કંટ્રોલર ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી જેથી મુસાફરો સાથે છાસવારે ઝગડા પણ થાય છે જોકે આમા ખાસ તો સિનિયર સિટિજનો કે જે પોતાના ઘરે થી બસ ના સમય પૂછવા ફોન પર જાણકારી મેળવવા માંગતા હોય તેમને રિંગ ન ઉઠાવતા આળસુ સ્ટાફના કારણે છેક ડેપો સુધી લાંબા થવું પડે ત્યારે હાલ પડી રહેલી 40 ડિગ્રી ગરમીમાં લોકોની હાલત ખરાબ થાય છે પરંતુ પગાર લેતા ડેપોના આળસુ લોકો ફરિયાદો બાદ પણ પોતાની આદત સુધારતા નથી ત્યારે આ માટે હવે કોણ પગલાં લેશે…? વર્ષો થી સંભળાતી આ ફરિયા બાબતે ભરૂચ ડીવીજન માં બેઠેલા અધિકારીઓ કોઈ પગલાં લેશે..?
હું આ બાબતે કડક સૂચના આપું છું : ડેપો મેનેજર
આ બાબતે ડેપો મેનેજર એન એમ કલ્યાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે કંટ્રોલર ત્યાં જવાબ આપવા માટેજ હોય છે અને આ ફરિયાદ બાબતે હું તપાસ કરી બધા જ કંટ્રોલરને ફોન ઉપાડી યોગ્ય જવાબ આપવા કડક સૂચના આપું છું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





