રાજપીપળાના સરકારી ઓવારે અજાણ્યા વ્યક્તિનો પગ લપસી જતા ડૂબી જવાથી મોત

0
64

આધેડ વયનો અજાણ્યો વ્યક્તિ ઓવારાના પગથિયે બેઠો હતો ત્યાંથી પગ લપસી જતા ડૂબી ગયો હોવાનું આવતા જતા લોકો એ જોયું 

રાજપીપળા : રાજપીપળાના કરજણ ઓવારે બપોર ના સમયે સુમસામ વાતાવરણ માં એક આધેડ વયનો અજાણ્યો વ્યક્તિ ઓવારાના પગથિયે બેઠો હતો ત્યાંજ પગથિયાં પરની લિલ પર તેનો પગ લપસી જતા સીધો પાણીમાં ગરકાવ થતા બુમાબુમ કરી પરંતુ બપોરનો સમય હોય ત્યાં કોઈ ન હોવાથી આખરે એ ઓવારાના ઊંડા પાણીમાં ગરકાવ થયો એ સમયે રોડ પરથી પસાર થતા લોકોનું ધ્યાન જતા ત્યાંના સામાજિક કાર્યકર રાજુભાઈ (ડોન ) ને જાણ કરતા તેમને પોલીસ અને ફાયરને જાણ કરી ત્યારબાદ રાજપીપળા નગરપાલિકાની ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો અને હાજર પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી પીએમ માટે મોકલાયો હતો મરનાર વ્યક્તિ કોણ છે એ જાણી શકાયું નથી .

બોક્ષ : કોર્ટ માં ગયેલા ટાઉન પીઆઇ ખુદ ત્યાં દોડી આવતા માનવતાના દર્શન

મરનાર વ્યક્તિ અજાણ્યા હોવા છતાં આ વ્યક્તિ માટે ખુદ ટાઉન પીઆઇ આર એન રાઠવા કે જે કોર્ટમાં કામ અર્થે ગયા હતા ત્યાંથી ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યાં આવી જરૂરી માહિતી મેળવી હાજર જમાદાર ને સૂચના આપી હતી ત્યારે ત્યાં ઉભેલા લોકટોળા માં એજ ચર્ચા હતી કે આ ભિક્સુક જેવા જણાતા અજાણ્યા વ્યક્તિ માટે ખુદ પીઆઇ અહીં આવ્યા એ એક માનવતાની મિસાલ કહી શકાય .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY