તિલકવાડામાં થયેલી રૂ।.૮૯ હજાર ની ચોરીના ગુનાના ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો 

0
132

બે વર્ષ અગાઉ સ્ટેટ બેંક એટીએમ,શોરૂમ અને પાણી પુરવઠાની ઓફિસમાં થયેલી ચોરીમાં પકડાયેલા ત્રણનો વકીલની ધારદાર દલીલો બાદ નિર્દોષ છુટકારો 

રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ગત તારીખ ૧૫/૦૯/૨૦૧૬ ના રોજ થયેલી ચોરી પૈકી તિલકવાડા સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડીયા એટીએમનું શટર તોડી તથા બારીની લોખંડની ગ્રીલ તોડી બેંન્ક માંથી સીપીયુ તથા સીસીટીવી કેમેરાનુ ડીવીઆર મળી કીંમત રૂ.૪૦,૦૦૦/- ની ચોરી તથા તિલકવાડા શો-રૂમના શટર તોડી રોકડા રૂ।.૨૯,૩૦૦/- ની ચોરી કરી તથા પાણી પુરવઠાની ઓફીસના દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ કરી એમ કુલ રૂ।.૮૯,૩૦૦/-ની ચોરીનો ગુનો કરી જે કેશ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરાપીઓ પૈકી મુકેશભાઈ કેનિયાભાઈ ભાભોર , કાજુભાઈ માનસિંગભાઈ ભુરીયા, રમેશ ઉર્ફે મુનિયા ભાભોર (તમામરહે,ધનાર પાટિયા,જી.દાહોદ ) વિરૂધ્ધ પ્રોસેસ કાઢવાનો હુકમ કરવામાં આવેલ. જે કેસમાં આરોપી (બચાવ) પક્ષે વિદ્વવાન વડીલ તૌસીફ એ.ઠાકોરે ૧૯ મૌખીક પુરાવાઓ તેમજ ૪ દસ્તાવેજી પુરાવાઓને ક્રોસ કરેલ હતાં.જેથી વકીલ તૌસીફ એ.ઠાકોરની ધારદાર દલીલોને ગ્રાહય રાખી નામદાર તિલકવાડાના જયુ.મેજી.એ આરોપીઓને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY