
રાજપીપળા :રાજપીપળા પાલિકામાં વોર્ડ-5 માંથી આદિજાતિ અનામત સીટ ઉપરથી વિજયી થયેલા ભાજપના ગીતા વસાવાને જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર મુદે કોર્ટે પાલિકા સભ્યપદેથી બરતરફ કર્યા હતા.બાદ એક બેઠકની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડતા અંતે ભાજપ-કોંગ્રેસના એક-એક ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા.જોકે જીતના દાવા સાથે બન્ને પષના ઉમેદવારોએ સામ-દામ અને દંડનો ઉપયોગ કરી જોર સોરથી ચૂંટણી પ્રચાર ચાલુ કર્યો હતો.27મી જાન્યુઆરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 6 બુથ ઉપર આશરે 55% શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું.આગામી 29મી જાન્યુઆરીએ વોર્ડ-5ની યોજાયેલી પેટા ચૂંટણી માટે મતગણતરી હાથ ધરાશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળા પાલિકા વોર્ડ-5 પેટા ચૂંટણીમાં કાતિલ ઠંડી અને લગ્નોની સીઝનને લીધે ખૂબ ઓછું મતદાન નોંધાયું હતું.જોકે આ તમામની વચ્ચે રાજપીપળાના અક્ષય પાટણવાડિયાના ભરૂચ ખાતે લગ્ન યોજાયા હતા.27મીએ સવારે જેવી એમની જાન લગ્ન પતાવી રાજપીપળા આવી કે તરત વરરાજાના ડ્રેસમાં જ અક્ષય મતદાન કરવા આવ્યો હતો અને મતદાન કર્યા બાદ પોતાના ઘરે ગયો હતો.અત્રે એ નોંધવું રહ્યું કે કોંગ્રેસે તો ચંદ્રિકા વસાવાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા પણ ભાજપે સસ્પેન્ડ થયેલા ગીતા વસાવાની પુત્રી હીનલ વસાવાને ઉમેદવાર બનાવી હતી,આથી પરિવારવાદને લીધે ભાજપના જ પાયાના કાર્યકરોમાં રોષ ફેલાયો ફેલાયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.હાલ તો બંને પક્ષ પોતાની જીત માટે દાવેદારી કરી રહ્યા છે પણ 29મી જાન્યુઆરીએ ભાજપના પરિવારવાદને લીધે ચૂંટણીનું પરિણામ શુ આવે છે એ જોવું રહ્યું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




