લોકોનો પ્રેમ જોઈ વિરોધીઓનું બ્લડ પ્રેશર વધી જાય છે : મોદી

0
10

આયોધ્યા,તા.૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં જાહેરસભાને સંબોધિત કરતાં કહ્યુ કે આ વખતે પણ કેન્દ્રમાં મજબૂત સરકાર બનશે. આ દરમિયાન તેઓએ બસપા-સપા ગઠબંન પર જોરદાર હુમલો કર્યો. તેઓએ કહ્યુ કે તમે એટલો પ્રેમ દર્શાવો છો કે સપા-બસપાનું બીપી વધી જાય છે. લોહિયાની વાત કરનારા લોકોએ શ્રમિકો વિશે ચિંતા નથી. વડાપ્રધાને માયાવતી પર હુમલો કરતાં કહ્યુ કે, બસપા સુપ્રીમોએ બાબા સાહેબના નામનો ઉપયોગ કર્યો છે.
પીએમ મોદીએ આંબેડકરનગરની સભામાં કહ્યુ કે, પહેલીવાર દેશમાં કોઈ સરકારે ગરીબો અને શ્રમિકો વિશે વિચાર્યું છે. મારે દેશના ૪૦ કરોડથી વધુ શ્રમિક ભાઈ-બહેનોની વિપક્ષી પાર્ટીઓને કોઈ ચિંતા નથી. શ્રમિકોને વોટ બેંકમાં વહેંચીને આ લોકોએ પોતાનો અને પોતાના પરિવારોને ફાયદો કરાવ્યો. કોઈ ગરીબ પોતાના બાળકને ગરીબ નથી જોવા માંગતા. કોઈ ચાવાળો એવું નથી વિચારતો કે તેનું બાળક મોટું થઈને ચાવાળો બને. ગરીબ અને મજૂર આગળ વધવા માંગે છે.
અયોધ્યામાં આવીને વડાપ્રધાને કહ્યુ કે, આ મર્યાદા પુરુષોત્તમ રામની ધરતી છે. દેશના સ્વાભિમાનની ધરતી છે. દેશમાં આ જ સ્વાભિમાન છેલ્લા પાંચ વર્ષમાં વધ્યો છે. અમે દેશના ૧૩૦ કરોડ લોકોની ભુજાઓને સાથે લઈને ચાલ્યા છીએ. હવે આ જ ભુજાઓના સામર્થ્ય પર અમે નવા ભારતનું નિર્માણ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ.
મોદીએ રેલીમાં આતંકી હુમાલની પણ વાત કરી, જેમાં તેમણે જણાવ્યું કે, ૨૦૧૪ પહેલાં ભારતની હાલત શ્રી લંકા જેવી જ હતી. દેશમાં ઘણી જગ્યાએ બોમ્બ ધમાકા થતા હતા. પાછલા પાંચ વર્ષમાં દેશમાં આતંકી હુમલામાં ઘટાડો થયો છે. આપણા પાડોશી દેશમાં આતંકની ફેક્ટ્રી ચાલે છે. આતંકી આપણા દેશમાં નબળી સરકારની રાહ જાવે છે, પરંતુ સાવધાની હટી દુર્ઘટના ઘટી.
તેમણએ કહ્યુ હતુ કે, આપણા દેશની આત્મા સંસ્કૃતિ અને આસ્થામાં છે પણ સંસ્કૃતિ સાથે રમત કરનારાઓએ તૃષ્ટિકરણનો ખેલ કર્યો છે.અમારી સરકારે કુંભ મેળાનુ ભવ્ય આયોજન કર્યુ હતુ.આજે અયોધ્યાની દિવાલીની દુનિયામાં ચર્ચા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY