રાજપીપળા નગરપાલીકા વોર્ડ નંબર 5ની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય

0
34

રાજપીપળા પાલિકા પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી બેઠક છીનવી,પાલિકામાં કોંગ્રેસ-ભાજપ પાસે 12-12 બેઠકો,પ્રમુખ માટે કોઈ મહત્વના નિર્ણયો લેવો હવે આસાન નહીં.

રાજપીપળા :રાજપીપળા પાલિકા વોર્ડ 5 માં ભાજપના ગીતાબેન  વસાવાનું આદિજાતિનું પ્રમાણપત્ર બોગસ નીકળતા હાઇકોર્ટના આદેશ બાદ ભાજપના સભ્ય ગીતાબેન વસાવાનું સભ્યપદ રદ્દ કરતો હુકમ કોર્ટે કર્યો હતો.બાદ વોર્ડ 5ની એક બેઠક માટે 26મી જાન્યુઆરીએ પેટા ચૂંટણી યોજાઈ હતી.ભાજપે વર્તમાન સદસ્ય ગીતા વસાવાના નવયુવાન પુત્રી હીનલ વસાવાને ટીકીટ આપી હતી,પરંતુ તેઓને જનતાએ નકારી કાઢી કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા વસાવા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા વસાવાને 1341 મત તેમજ ભાજપના ઉમેદવાર હીનલ વસાવાને 1196 મત મળ્યા હતા.વોર્ડ નંબર 5 રાજપીપળા નગરપાલીકાનો સૌથી મોટો વોર્ડ છે,જેમાં 4579 મતદારો પૈકી 2559 મતદારોએ આ પેટા ચૂંટણીમાં મતદાન કર્યું હતું.55.59% નીરસ મતદાન થતા મતોનાં ગણિતમાં ભાજપે હાર સહન કરવી પડી હતી.કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી છીનવી છે.આ પરિણામ બાદ ભાજપ માટે પાલીકાનો વહીવટ લોઢાના ચણા સમાન સાબિત થશે.28 સદસ્યોની પાલિકામાં ભાજપના 4 સદસ્યોના કથિત રાજીનામાં પ્રકરણ હાલ હાઈકોર્ટમાં છે.ત્યારે હાલની સભ્ય સંખ્યા 24 છે તેમાં ભાજપ પાસે 12 સભ્યો છે,કોંગ્રેસ પાસે આજની જીત બાદ 12 સભ્યો થતા ટાઈ પડી છે.જેથી અને હવે પાલિકા પ્રમુખ માટે કોઈ મહત્વના નિર્ણયો લેવા આસાન નહીં હોય.

રાજપીપળા પાલિકાની આ પેટા ચૂંટણીમાં ભાજપને પરિવારવાદને લીધે હારનો સામનો કરવો પડ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.બીજું એ કે વર્ષોથી ભાજપમાં કામ કરતા કાર્યકરોને બાદ કરી રાજકારણમાં નવા નિશાળીયાને ટિકિટ આપતા જનતાએ પરિણામ રૂપે ભાજપને લપડાક મારી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે પિતા મહેશ વસાવા,માતા ગીતા વસાવાના કોર્પોરેટર બન્યા બાદ પુત્રીને પણ ચૂંટણી મેદાનમાં ઉતારી હતી પરંતુ પુત્રી હીનલ વસાવાનું કોર્પોરેટર બનવાનું સપનું સાકાર થયું ન હતું.

■બોક્સ:વિપક્ષ નેતાનું બુથ નિર્ણાયક સાબિત થયું.

◆આ પેટા ચૂંટણી ભાજપ-કોંગ્રેસ બન્ને માટે નિર્ણાયક હતી.રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા મુનતેઝીર ખાનનું 1 નંબરનું બુથ કોંગ્રેસની જીત માટે નિર્ણાયક સાબિત થયું હતું,એ બુથ માંથી કોંગ્રેસે સૌથી વધુ મતો મેળવતા કોંગ્રેસ માટે જીત આસન બની હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY