દાંડી સ્મારક લોકાર્પણ પ્રસંગે મહાત્મા ગાંધીના પૌત્રવધૂને આમંત્રણ મળ્યું

0
17

ભીમરાડમાં રહેતા શિવાલક્ષ્મી ગાંધીને સાંસદ સી.આર. પાટીલ આમંત્રણ પાઠવવા ગયા
સુરત, તા. ૨૯
આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીના દાંડી ખાતે ગાંધી સ્મારકનું લોકાર્પણ કરવાના છે. આ માટે આજે સાંસદ સી.આર. પાટીલ દ્વારા સુરતના ભીમરાડ ખાતેમહાત્મા ગાંધીના પૌત્ર સ્વ. કનુભાઈ ગાંધીના ધર્મપત્ïની શિવાલક્ષ્મીજીને રૂબરૂ મળી આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આવતીકાલે દાંડી ખાતે મીઠાના સત્યાગ્રહની યાદરૂપે ગાંધી સ્મારક મ્યુઝિયમ આશરે ૧૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આવતીકાલે ૩૦મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પ્રધાનમંત્રી લોકાર્પણ કરવાના છે.
મહાત્મા ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે દાંડી યાત્રા કાઢી હતી તે સમયે એક તસવીર ખૂબ જ પ્રચલિત બની હતી. એ તસવીરમાં ગાંધીજીની લાઠી પકડીને તેમના પૌત્ર કનુભાઈ ગાંધી આગળ ચાલી રહ્ના છે. આ સ્વ. કનુભાઈ ગાંધીના ધર્મપત્ની હાલ સુરતમાં નિવાસ કરી રહ્ના છે. ભીમરાડ ગામ મહાત્મા ગાંધી નમક સત્યાગ્રહ ટ્રસ્ટના બળવંત પટેલ ડો. શિવાલક્ષ્મીજીની સંભાળ રાખી રહ્ના છે. મહાત્મા ગાંધી સ્મારકના લોકાર્પણ અંગે મહાનુભાવોને આમંત્રણ આપવા આવ્યા તે દરમિયાન સુરતના ભીમરાડ ગામમાં રહેતા ગાંધીના પૌત્ર વધુ ડો. શિવાલક્ષ્મીને આમંત્રણ આપવાનું ભૂલાઈ ગયું હતું. મીડિયા અહેવાલો બાદ નવસારીના સાંસદ સી.આર. પાટીલ આજે સવારે ભીમરાડ ખાતે જઈ રૂબરૂ ડો. શિવાલક્ષ્મીને આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યું હતું. ડો. શિવાલક્ષ્મીજીને સુરતના ભીમરાડથી દાંડી ખાતે લઈ આવવાની જવાબદારી પણ ઉઠાવવામાં આવી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY