ચોમાસામાં વધુ વરસાદ પડતા 10 થી વધુ ગામોનો સંપર્ક તૂટી જતો હતો એ બ્રિજ હવે ઉંચો કરાશે
સાગબારામાં એક દિવસે 4.50 કરોડ ના કામોનું ખાત મુહર્ત કરવામાં આવ્યું : 1966 પછી નવી તાલુકા પંચાયત બનશે
રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા ખાતે 4.50 કરોડના ખર્ચે બે મોટા કામોના ખાત મુહૂર્ત ભરૂચ સાંસદ મનસુખ વસાવા ના હસ્તે કરવામાં આવ્યા આ બંને કામો એટલા અગત્યના છે કે દર ચોમાસામાં જે ડૂબાડૂબ બ્રિજ પર થી પાણી વહેતા અઠવાડિયા કે મહિના સુધી 10 થી વધુ ગામોના સંપર્ક તૂટી જતા હતા એક ગામ બીજા ગામે જવા પાી ઉતરે ેની રાહ જોતો હતો આ જગ્યાએ હવે 2 કરોડ ના ખર્ચે માઇનોર બ્રીજ બનશે, જયારે ભરૂચ જિલ્લામાં આ જિલ્લો હતો ત્યારે 1966 માં ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા સાગબારા તાલુકા પંચાયત બનાવવામાં આવી હતી ત્યારે આજે 54 વર્ષ બાદ જર્જરિત તાલુકા પંચાયતને તોડી હવે 2.40 કરોડ ના ખર્ચે નવી તાલુકા પંચાયત બનવવામાં આવી રહી છે. આ બંને કામોનું ખાત મુહર્ત ભરૂચ સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ દામુભાઇ વસાવા, પૂર્વ પ્રમુખ મનજીભાઇ વસાવા, યુવા મોર્ચા પ્રમુખ ચંદ્રકાન્ત લુહાર, કા.પા.ઈજનેર આર.ડી.ડામોર, દેડીયાપાડાના ઈજનેર બાંધકામ અલ્પેશ ગામીત સહીત આગેવાનો હાજર રહ્યા હતા.
આ બાબતે મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે આ બ્રિજની ખુબ જરૂર હતી રાજ્ય સરકારને રજૂઆતને પગલે આજે આ પરોઢી થી અવાલીકુંડ માઇનોર બ્રિજ બનશે જે ખુબ ઉંચો બનશે કે ગમે તેટલું પાણી ખાડીમાં આવશે તો પણ હવે નહિ ડૂબે અને લોકો જીવન જરૂરિયાતની વસ્તુ માટે અવરજવર કરી શકશે તમામ તાલુકાઓમાં તાલુકા પંચાયત નવી બની ગઈ છે હવે બાકીની સાગબારામાં નવું પંચાયત ભવન બનશે.આમ સરકાર તમામ લોકોનું વિચારે છે સૌનો સાથ સૌનો વિકાસ ના સૂત્રની સાથે કામ કરે છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




