ભરૂચમાં વિકલાંગ બાળકોની શાળા કલરવ દ્વારા સ્પેશ્યલ ઓલંમ્પીક અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે રન ફોર વોલીબોલ અને સ્પીરીટ ફોર યુનીટી દૌડનું આયોજન કરાયું હતું.
જેમાં દિવ્યાંગ દોડવીરોએ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે લીલી ઝંડી આપી આરંભ કરાવ્યો હતો. આ દોડમાં દિવ્યાંગ દોડ વીરો હોસ્ટેલ ગ્રાઉન્ડથી સ્ટેચ્યુ પાર્ક અને સ્ટેચ્યુ પાર્ક થી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી ૧ કી.મી. દોડયા હતા. તો ૧૨ વર્ષ ઉપરના દિવ્યાંગ દોડવીરો હોસ્ટેલ ગ્રાઉન્ડ થી શ્રવણ ચોકડી અને ત્યાંથી પરત હોસ્ટેલ ખાતે આવી દોડનું સમાપન કર્યું હતું.
પ્રસંગે વિજેતા પ્રથમ દ્વિતય અને તૃતિય આવનાર દિવ્યાંગ દોડવીરો ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. રોટરીના પાસ્ટ ડીસ્ટ્રીકટ ચેરમેન પરાગ શેઠ,બી.ટી.ઈ.ટી.ના અનીશ પરીખ, કલરવ શાળાના નીલાબેન મોદી તથા જાયન્ટ ગૃપના પ્રમુખ ગૌતમ મહેતા,આર. સી.સીઆ જે.પી.પટેલ તથા આમંત્રીતો ઉપસ્થિત રહી દિવ્યાંગ દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





