સાગબારા સેલંબા ખાતે નિર્ભયા સ્કોડનો સપાટો, 45 મેમો સાથે એક બાઈક ડિટેન કરતા રખડતા તત્વોમાં  ફફડાટ 

0
108

રાજપીપળા: નર્મદા જિલ્લા પોલિસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા દ્વરા એક નવો અભિગમ અપનાવી શાળા કોલેજ મા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે નિર્ભયા સ્કોડની રચના કરાઈ હતી જેમાં જાહેર સ્થળો કે શાળા કોલેજ પાસે રખડતા રોમિયો ની આ સ્કોડે ઊંઘ હરામ કરી નાખી હાલ આવા તત્વો પર અંકુશ મેળવ્યો છે ત્યારે નિર્ભય દ્વારા વધુ કડક હાથે કામ લેતા નર્મદા જિલ્લામા પેહલીવાર ગતરોજ નિર્ભયા સાગબારાના સેલંબા ખાતે સપાટો બોલાવાયો હતો, જેમાં નિર્ભયાના લીડર પી.એસ.આઇ કે કે પાઠક ના માર્ગદર્શન હેઠળ શાળા કોલેજની આસપાસ ચેકિંગ દરમિયાન રખડતા 45 બાઈક ચાલકોને મેમો આપવામાં આવ્યો હતો અને એક બાઈક ડિટેન પણ કરાઈ હતી જેથી રોમિયોગિરી કરનાર તત્વોમા ફફડાટ ફેલાયો છે

તદઉપરાંત શાળાઓમાં નિર્ભયા સ્ક્વોડ દ્વરા એક ફરિયાદ પેટી મુકવામાં આવી હતી અને શાળાની વિદ્યાર્થિનીઓને આ અંગે વિસ્તૃત માહિતિ આપી હેરાન કરતા તત્વો સામે સહેજ પણ ગભરાયા વિના ફરિયાદ કરવા અપીલ કરી હતી જે પૈકી ઘણી વિદ્યાર્થીનીઓ એ પેટીમાં ફરિયાદ નાખી અને નિર્ભયા દ્વારા પગલાં પણ લેવાયા હતા ત્યારે આ સ્કોડમા પી.એસ.આઇ. પાઠક સહિત નિર્ભયા સ્કોડની જાંબાઝ મહિલા પોલિસ પૈકી તરુલતાબેન, શિલ્પાબેન,ભાવનાબેન, સુલોચનાબેન, નયનાબેન અને ભાવનાબેન ઍ વિદ્યાર્થીનીઓને પોતાની સુરક્ષા બાબતે કાઉન્સિલિંગ કર્યુ હતું અને કોઇ પણ ફરિયાદ હોય તૉ ફક્ત ચિઠ્ઠી લખી ફરિયાદ પેટીમા નાખવા અનુરોધ કર્યો હતો. જેમાં તેમના નામ સંપુર્ણ ગુપ્ત રાખવામા આવશે તેવો વિશ્વાસ પણ આપ્યો હતો આમ અત્યાર સુધીમાં નિર્ભયા ટીમની ખુબજ સરાહનીય કામગીરી જોવા મળી છે.ત્યારે એનો બધો શ્રેય નર્મદા પોલીસ વડા બગડિયા અને પીએસઆઇ પાઠક સહીત નિર્ભયાની નિર્ભય બહેનોને જાય છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY