સવર્ણ જાતિઓને 10 ટકા અનામતનો વિવાદ : કાછીયા જાતિ સેમા આવે : સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી આપી

0
850

કાછીયા જ્ઞાતિ નથી સવર્ણમાં ગણાતી : નથી ST, SC, OBC માં ગણાતી તો આ જ્ઞાતિ ક્યાંથી આવી સરકારને સમાજનો પ્રશ્ન 

નર્મદા જિલ્લા સહીત રાજ્ય વ્યાપી આંદોલન સમાજ કરશે : મહેશ દલાલ  ગુજરાત રાજ્ય કાછીયા સમાજ સેવા સેતુ ટ્રસ્ટ મેનેજીંગ ટ્રસ્ટી

રાજપીપળા : ગુજરાત સહીત ભારતમાં જ્ઞાતિઓનું રાજકારણ હંમેશા ચાલતું આવ્યું છે, છેલ્લા કેટલાય વર્ષથી વિવિધ રાજ્યો માં અનામતની ચળવળ ચાલે છે અને ગુજરાતમાં પણ પાટીદાર આંદોલન 5 વર્ષ થી ચાલે છે ત્યારે બંધારણને તોડી અનામત અપાવી સહેલી નથી છતાં આગામી 2019 ની ચૂંટણીમાં સવર્ણ વોટ બેન્કને ભાજપમાં વાળવા મોદી સરકારે સવર્ણ અનામત આપી દીધી ત્યારે આ સવર્ણ જાતિમાં સમાવેશ એવા કાછીયા સમાજ 10 ટકાનો લાભ લેવા ગયા ત્યારે તેમને ખબર પડી કે તેઓ સવર્ણ જાતિમાં આવતા નથી. તો બોલો આજે દેશને આઝાદ થયે 73 વર્ષ વીતી ગયા પણ રાજ્યમાં એક લાખ થી વધુ વસ્તી ધરાવતી કાછીયા જ્ઞાતિ સેમા આવે છે એ કોઈને ખબર નથી, ત્યારે આ સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

આ બાબતે ગુજરાત કાછીયા સમાજ સેવા સેતુ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મહેશ દલાલે જણાવ્યું હતું કે અત્યાર સુધી અમને જનરલ કેટેગરીમાં ગણવામાં આવતા હતા અમે પણ 2002 માં અનામતની લડત છેડી હતી અને અનામત માટે આંદોલન પણ ચલાવ્યું હતું પણ હજુ સુધી મળ્યું નથી ત્યારે અમારી કાછીયા જ્ઞાતિ નથી સવર્ણમાં ગણાતી કે નથી ST, SC, OBC માં ગણાતી તો આ જ્ઞાતિ ક્યાંથી આવી,આઝાદીની લડતમાં પણ સમાજનું યોગદાન છે ત્યારે સરકાર દ્વારા તાજેતરમાં જે જ્ઞાતિઓનું લિસ્ટ મુકવામાં આવ્યું છે. જેમાં કાછીયા સમાજ જ્ઞાતિનો સમાવેશ થતો નથી, મામલતદાર થી લઇ સમાજકલ્યાણ અધિકારીઓને મળ્યા પણ કોઈ સરખો જવાબ અપાતો નથી જેથી હવે રાજ્ય વ્યાપી આંદોલન કરવું પડશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY