મોરબી શહેરમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ રોડ રસ્તા, શૌચાલય સહિતના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવી ફરિયાદ બાદ આજે ગાંધીધામના ચીફ ઓફિસર મોરબીના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને પ્રાથમિક તપાસ આદરી હતી
મોરબી નગરપાલિકા દ્વારા બનેલ વિવિધ વિસ્તારના રોડ રસ્તાઓ ઉપરાંત ટાઉન હોલ અને શૌચાલય સહિતના કામોમાં ખાયકી થઇ હોય અને નબળી ગુણવત્તાના કામ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવી ફરિયાદ ઉઠી હતી અને જાગૃત નાગરિકે કરેલી ફરિયાદને પ્રાદેશિક કમિશ્નરે ગંભીરતાથી લીધી હતી અને આજે ગાંધીધામના ચીફ ઓફિસર નીતિન બોડા મોરબી પહોંચ્યા હતા જ્યાં પાલિકા પાસેથી હિસાબી સાહિત્યો તપાસવામાં આવ્યા હતા અને તે ઉપરાંત વિવિધ સ્થળની રૂબરૂ મુલાકાત કરી હતી અને વિવિધ કામોની ગુણવત્તાની ચકાસણી કરી હતી આજે પ્રાથમિક તપાસ કરી હોવાનું ગાંધીધામના ચીફ ઓફિસરે જણાવ્યું હતું અને તપાસનો અહેવાલ પ્રાદેશિક કમિશ્નરને સોપાશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે
રિપોર્ટર,રાહુલ નગવાડિયા
મોરબી,9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





