હૈદરાબાદ,તા.૨૬
રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના અધિકારીઓએ તેલંગાણાની રાજધાની હૈદ્રાબાદમાં એક ઓફિસ પર દરોડો પાડીને ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઓફિસના એક જ રુમમાંથી ૧૧૪ શેલ કંપનીઓનુ સંચાલન કરવામાં આવતુ જાઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ૧૧૪ કંપનીઓનુ સંચાલન કરવા માટે માત્ર ૨૫ લોકો તેમાં કામ કરતા હતા.
આમાંથી મોટા ભાગની કંપનીઓમાં સત્યમ ગોટાળા માટે કુખ્યાત બનેલા બી રામલિંગા રાજૂના પરિવારના સભ્યો જ માલિક છે. ભારતમાં કાળા નાણાની હેરફેર માટે મોટાપાયે શેલ કંપનીઓનો ઉપયોગ થાય છે તે વાત નવી નથી પણ પણ આટલી મોટી સંખ્યામાં શેલ કંપનીઓનુ સંચાલન એક જ જગ્યાએથી થતુ હોય તેવુ પહેલી વખત કદાચ જાવા મળ્યુ છે.
તપાસ કરનાર અધિકારીનુ કહેવુ છે કે જે ઓફિસમાં આ કંપનીઓ ચાલતી હતી તે એસઆરએસઆર એડવાઈઝરી સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડનુ રજિસ્ટર્ડ એડ્રેસ છે.તપાસ ટીમ છ સ્થળોએ તપાસ કરી રહી છે.જેમાંથી મોટાભાગની જગ્યાઓ સાથે રાજુ અને તેના પરિવારના સભ્યો સંકળાયેલા છે.
તપાસ અધિકારીનુ કહેવુ હતુ કે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના નિર્દેશ પર કંપનીઓના એડ્રેસની તપાસ કરવામાં આવી હતી. નિયમ પ્રમાણે એક વ્યકિત ૨૦ રજિસ્ટર્ડ કંપનીનો સભ્ય બની શકે છે. અમે એક જ વ્યકિતને તેનાથી વધારે કંપનીઓમાં ડાયરેક્ટર બનાવાઈ છે કે કેમ તે બાબતની પણ તપાસ કરી રહ્યા છે.
૨૦૦૯માં સત્યમ ગોટાળો બહાર આવ્યા બાદ સીબીઆઈ અને ઈડી દ્વારા આ કંપનીઓની સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.જાકે તે અલગ મામલો છે તેમ તપાસ અધિકારીનુ કહેવુ છે. જાકે એસઆરએસઆરના અધિકારીઓનુ કહેવુ છે કે આ તમામ કંપનીઓના નામ ચર્જશીટમાં છે.આ કંપનીઓ સક્રિય છે પણ ઓપરેશનલ નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




