ગરુડેશ્વરના નાની રાવલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે ઝરખનું મોત 

0
42

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના નાની રાવલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે ઝરખ આવી જતા ઝરખનું મોત થયું હતું ગોરા રેન્જ ના વન કર્મીઓ તાત્કાલિક દોડી આવી આ ઝરખનું પીએમ કરાવી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ વન ધારા અધિનિયમ સિડ્યુલ 4 નું પ્રાણી ગણાતું ઝરખ સુલપાણેશ્વર ના અભિયારણમાં વધુ સંખ્યામાં છે જે પાણી અને ખોરાકની શોધમાં રહેઠાણ વિસ્તારોમાં આવી જાય છે ત્યારે ગત મધ્ય રાત્રીના ગરુડેશ્વર તાલુકાના નાની રાવલ ગામ પાસથી હાઇવે ક્રોસ કરવા જતા આ મોટું ઝરખ કોઈ વાહનની ટક્કરે ફંગોળાઈ ગયું હતું માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી સાથે પેટ અને પગના ભાગે પણ ઈજાઓ થતા ઝરખનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા ગોરા રેન્જના આર.એફ.ઓ વિરેન્દ્રસિંહ ઘરિયા સાથે તાત્કાલિક વન કર્મીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ઝરખનું પીએમ કરી તેની અંતિમક્રિયા કરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY