નર્મદા જિલ્લા માં દારૂ ના વેપલા બાદ જુગાર માં પણ મહિલાઓ સામેલ…!?

0
131

નર્મદા એલ સી બી એ નાવરા ગામ નજીક જુગાર રમતા મહિલા અને પુરુષ ને ઝડપી લીધા,ચાર જુગારીયા ફરાર

રાજપીપળા: નર્મદા જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ વડા ના માર્ગદર્શન મુજબ એલ સી બી ના પી એસ આઈ એ ડી મહંતે તેમની ટિમ સાથે મંગળવારે સાંજે નાંદોદ તાલુકાના નાવરા ગામ નજીક એક જગ્યા પર જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે રેડ કરતા ત્યાં એક મહિલા શાંતાબેન રમણ વસાવા અને ફુલસિંગ દલસુખ વસાવા નામના બેની જુગાર પર મુકેલા તેમજ અંગ જડતીના મળી રૂપિયા 15,૧૪૦ અને એક મોબાઈલ કિંમત 500 રૂપિયા મળી કુલ રૂપિયા 15,૬૪૦ ના મુદ્દામાલ સાથે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જયારે ત્યાં જુગાર રમતા અને પોલીસ ને જોઈ નાસી ગયેલા અન્ય ચાર પૈકી કંચન વસાવા ,ગુલાબ વસાવા ,યુસુફ ખત્રી અને મુન્ના વસાવા ને પકડવા ચક્રો ગતિમાંન કર્યા હતા

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY