ગાંજા જેવા માદક પદાર્થ માં નર્મદા એસ ઓ જી ને એક વધુ સફળતા 5.40 લાખ ની કિંમતનો મુદ્દામાલ પકડ્યો.

0
123

નર્મદા એસ ઓ જી એ કાકડવા ગામના ખેતર માં વાવેલા ગાંજા ના છોડ ઝડપી એક ની અટક કરી

ગાંજા ના 42 નંગ છોડ એનું વજન 54.010 કિ.ગ્રામ કુલ કિ.રૂ 5,40,100/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

નર્મદા એસ ઓ જી એ પોલીસ મહાનિર્દેશક એ.ટી.એસ.ગુ.રા. અમદાવાદના ઓની સુચના અને પોલીસ અધિક્ષક નર્મદા તથા નાયબ પોલીસ અધિક્ષક રાજપીપળા ઓના માર્ગદર્શન હેઠળ NDPS ને લગતી પ્રવૃત્તિઓને નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપતા તા.28 ઑગસ્ટ ના રોજ નર્મદા જીલ્લાનાં આમલેથા પો.સ્ટે. વિસ્તારમાં આવેલા કાકડવા ગામની સીમમાં આવેલ આરોપી હુસીયાભાઈ છીબાભાઈ વસાવા (રહે.કાકડવા,તા.નાંદોદ )ના એ પોતાના ખેતરમાં તુવેરનુ વાવેતર કરેલ અને તુવરની સાથે ગે.કા.વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. તેવી બાતમી મળતા પી એસ આઈ એચ.જી.ભરવાડ એસ.ઓ.જી.નર્મદા તથા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર.કે.એ.મકવાણા ડેડીયાપાડા તથા પી એસ આઈ સી.એમ.ગામીત આમલેથા પો.સ્ટે.તથા પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં ગાંજાનાં છોડ નંગ-42 વજન 54.010 કિ.ગ્રામ કુલ કિ.રૂ 5,40,100/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY