રાજપીપળા : નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના મંડાળા ગામે ખેતરમાંથી વડોદરા આર.આર સેલે બાતમીના આધારે ડેડીયાપાડા પોલીસ સાથે મળી મોટા ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

વડોદરા રેન્જ આર.આર સેલને ડેડીયાપાડાના મંડાળા ગામે ખેતરમા ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી મળી હતી. ડેડીયાપાડા સર્કલ પીઆઈ આર.એન.રાઠવા, વડોદરા રેન્જ આર.આર.સેલ પીએસઆઈ એચ.પી.ઝાલા, આર.આર. બ્રહ્મભટ્ટ તથા એફ.એસ.એલ ના ઓફિસર અને સ્ટાફ સાથે ડેડીયાપાડા તાલુકાના મંડાળા ગામના કાંતિલાલ સોનજી વસાવાના ખેતરમા તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન ખેતરમા બિનઅધિકૃત રીતે વાવેતર કરેલ ગાંજાના ૪૫૨૦ છોડ જેનું વજન ૭૧.૯૬૦ કિલો અને કિંમત ૨,૧૫,૮૮૦ નો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં કાંતિ સોનજી વસાવા તેના ટેકરા ફળિયા ખાતેના ઘર માંથી મળી આવ્યો હતો.વડોદરા આર.આર સેલે કાંતિ વસાવા વિરુદ્ધ નારકોટિક્સ ડૂગ એન્ડ સાયકોટ્રોષિક સબસ્ટનસ એક્ટ મુજબ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ આપી ગુનો નોંધી તપાસ નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાશે અને આરોપીના પોલિસ કસ્ટડી રિમાન્ડ મેળવી ગાંજાની હેરફેર અને વેચાણના ષડયંત્રની તપાસ કરવામાં આવશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




