ભરૂચ સિવિલ હોસ્પીટલના સત્તાધિશો આટલી ફરીયાદો તેમના પેટનું પાણિ પણ ના હાલતું નજરે પડયું હતું. સૌથી ખેદ જનક વાત તો એ છે કે સત્તાધિશો મોતનો મલાજો જાળવવામાં પણ નિષ્ફળ ગયા હોય તેમ. આજે કોઇ વારસદાર આવશે અને મને અવ્વ્લ મંઝીલે પહોંચાડી મોક્ષ પ્રાપ્તિ કરાવશેની ઝંખનામાં તેમજ પોલીસ દ્વારા બિનવારસી લાશ વગે થાય તો કેસ ફાઇલ કરવાની ઉતાવળમાં બેધ્યાન રખાતું હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.
આ તમામ બિનવારસી લાશોનો આખરે કોઇ વારસદાર ન મળતાં તેમનો વારસદાર બની તેમની અંતિમ ક્રિયા કરતા શાંતિવન સ્મશાનના કેરટેકર ઘર્મેશ સોલંકીની દ્વારા અવાર નવાર હોસ્પિટલના સંચાલકોને કોલ્ડ સ્ટોરેજ અંગે રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ યોગ્ય વિકલ્પ નહિ કરી આપતાં બિનવારસી મૃતદેહ લેવા અવતાં ઘોરખોડીયાઓને ઘણીજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ભરૂચ સિવિલ હોસ્પીટલમાં આવેલ પી.એમ રૂમમાં મૃતદેહો બહાર અને નકામો સામાન કોલ્ડ સ્ટોરેજમાં મુકાતો હોવાની હકીકત બહાર આવી છે. સામાન્ય રીતે ભરૂચ જિલ્લા અને શહેર માંથી બિનવારસી મૃતદેહ ના સગા મળી જાય એ હેતુ સાથે આવતા પોલિસ કર્મી કે જેમની જવાબદારી છે આ મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં મુકાવાની અને આ કોલ્ડ સ્ટોરેજ ખરેખર ચાલુ છે ને તે જોવાની જવાબદારી પી.એમ.સમયે જે તબીબે પી.એમ કર્યું હોય એની સાથે લાશ મુકનાર સ્વીપરની ? તો કેમ મોતનો મલાજો જાળવવામાં સિવિલ તેમજ સંલગ્ન તંત્ર નિષ્ફળએ પ્રશ્નએ ભારે જોર પકડ્યું છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પી.એમ.રૂમ માં પાંચ જેટલા મૃતદેહો કે જેનું કોઈ વાલી વારસદાર ન હોઈ તેવા બિનવારસી મૃતદેહો છેલ્લા બે દિવસ થી સબડતી હાલત માં છે.ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહો ની સાચવણી માટે કોલ્ડ સ્ટોરેજ બનાવામાં આવેલ છે એક સાથે છ જેટલા મૃતદેહો મૂકી સકાય તેવી સુવિધા ઉપલબ્ધ છે. પણ અહીં તો મૃતદેહોને સાચવાની જગ્યા પર મૃતદેહોને ડી કમ્પોઝ હાલત માં મુકવા માટે આવતા હોય તેમ દેખાઇ આવે છે.
તંત્ર દ્વારા તાકીદે કોઇ પગલા ભરી મોતનો મલાજો જળવાય તેવી પ્રજામાંગ ઉઠી છે.
ધનંજય ઝવેરી :-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





