નર્મદા જીલ્લામાં ગરીબકલ્યાણ મેળામાં અપાયેલા સિલાઈ મસશીનો શોભાના ગાંઠિયા સમાન..? સરકાર ની ભૂલ કે જેતે એજન્સીની..?!

0
46

સરકારે જાણે ગરીબ લાભાર્થીઓની મજાક ઉડાડી હોય મશીનો મુકવાના પાટિયા બંધબેસતા નથી, જયારે ફોલ સ્ટીચ ના બદલે ઓવરલુક ના મશીન આપ્યા જે મહિલાઓને કોઈ કામ લાગે તેમ નથી 

એક સિલાઈ મશીન અને એક ઓવરલૂકનું મશીન આપ્યું પરંતુ બે વચ્ચે એકજ મોટર અને ફિટિંગ બાબતે મહિલાઓને કોઈ જાણકારી ન આપતા અભરાઈ પર ચઢવવાની નોબત

રાજપીપળા : રાજ્ય સરકાર વારંવાર ગરીબો માટે નવી નવી યોજનાઓ લાવે છે પરંતુ તેનો યોગ્ય અમલ નથી થતો કે યોગ્ય વસ્તુ લાભાર્થીઓ સુધી પહોંચતી નથી જેમાં વચેટિયાઓ પોતાના લાભ મેળવી લેતા હોય અથવા એજન્સી ચૂનો લગાવતી હોય છે. ટૂંક સમય પહેલાજ નર્મદા જિલ્લાનો ગરીબકલ્યાણ મેળો રાજપીપળા ખાતે યોજાયો જેમાં ઘણી વસ્તુઓ લાભાર્થીઓને આપી પંતુ અમુક વસ્તુ પૈકી ઘર બેઠા સિલાઈ કામ કરી આવક ઉભી કરવાની આશાએ મેળવેલા

સિલાઈ મશીનો આપ્યા તો ખરા પરંતુ એ શોભાના ગાંઠિયા સમાન હોય એમ જાણે સરકારે ગરીબોની ઠેકડી ઉડાડી પોતાની કામગીરી દેખાડવા દરેક જિલ્લાઓમાં લાભો આપી પ્રસિધ્ધિ મેળવી હોય એમ રાજપીપળા ખાતે અપાયેલા સિલાઈ મશીનોમાં ફૂલ શટર ના મશીનોમાં હાફ શટર ના પાટિયા આપ્યા હોય એમાં મશીનો બેસતાજ નથી અને બજારમાં એ પાટિયા મળતા પણ નથી જયારે સિલાઈ મશીન સાથે અપાયેલ અન્ય મશીન ઓવરલુકનું આપ્યું હોય જે ફક્ત પેન્ટ શર્ટ શીવતા દરજીઓનેજ ચાલે એમ છે અને એ મશીન પર ફોલ સ્ટીચ થાય એમ પણ નથી સાથે બે મશીનો વચ્ચે મોટર અને બેઠક માટેનું એકજ પાટિયું આપ્યું એ ફૂલ શટર ના મશીનની બેઠક કરતા નાના માપનું હોય બંને મશીનો મોટાભાગના લાભાર્થીઓએ અભરાઈ પર ચઢાવવાની નોબત આવી છે જયારે કોઈ કામ ન લાગે એવા આ મશીનો કેટલાકે અન્ય લોકોને વેચી રોકડી પણ કરી હશે, કલાકો લાઈનમાં ઉભા રહી ધક્કે ચઢી મેળવેલા આ મશીનો શોભાના ગાંઠિયા સમાન નીકળતા લોકોએ સરકાર પર રોષ ઠાલવ્યો હતો આમ સરકારે ગરીબ કલ્યાણમેળામાં ગરીબોની મજાક ઉડાડી હોય એમ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું .

બોક્ષ : આ દરજી કામની કીટ આપેલી છે : હેમંત મોરે 

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર હેમંત મોરે એ આ બાબતે જણાવ્યું કે આ દરજી કામની કીટ આપેલી છે જેમાં એક સિલાઈ મશીન અને એક ઓવરલુક મશીન છે અને પાટિયું નાની બેઠકનું આવ્યું એવી કોઈ ફરિયાદ મારી પાસે આવી નથી છતાં હું ઉપર પૂછી લઉં છું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY