ઓકલેન્ડ,તા.૮
ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે શુક્રવારે ઇડન પાર્ક ગ્રાઉન્ડ પર રમાયેલી આકર્ષક મેચમાં ચાર વિકેટથી ભારતને હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડએ ટાસ જીત્યા પછી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચોની સિરીઝના બીજા ટી-૨૦માં શુક્રવારે અહીં ઈડન પાર્કમાં ભારતને ચાર વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે તેણે સિરીઝમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ ટી૨૦ મેચ ૨૩ રનથી પોતાના નામે કર્યો હતો. ન્યૂઝીલેન્ડની સૂઝી બેટ્સને ૬૨ રન ફટકારવા બદલ મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવી હતી.
ભારતે ન્યૂઝીલેન્ડને આપ્યો હતો ૧૩૬ રનનો લક્ષ્યઆ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટ પર ૧૩૫ રન બનાવી શકી હતી. ભારત તરફથી જેમિમા રોડ્રિગેજે ૫૩ બોલમાં ૭૨ અને સ્મૃતિ મંધાનાએ ૨૭ બોલમાં ૩૬ રન ફટકાર્યા હતા. પરંતુ આ બે બેટ્સમેનો સિવાય અન્ય કોઈપણ બેટ્સમેન બે આંકડાના સ્કોરમાં ન પહોંચી શકિયા. ન્યૂઝીલેન્ડ માટે રોજમૈરી મેયરે ૧૭ રન આપીને બે વિકેટ પોતાના નામે કરી હતી. સોફી ડિવાઇન, એમેલિયા કેર, લેઘ કૈસપેરેકે ૧-૧ વિકેટ ઝડપી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડે મેચના અંતિમ બોલ પર વિજય મેળવ્યો હતો. તેનો સ્કોર ૨૦ ઓવરમાં ૬ વિકેટ પર ૧૩૬ રન રહ્યો હતો. તેના તરફથી સૂઝી બેટ્સે સૌથી વધુ ૬૨ રન બનાવ્યા હતા. તેણે ૫૨ બોલની ઈનિંગમાં પાંચ બાઉન્ડ્રી ફટકારી હતી. સૂઝી સિવાય ઓપનર સોફી ડિવાઇને ૧૬ બોલમાં ૧૯, એમી સૈટર્થવેટે ૨૦ બોલમાં ૨૩ અને કૈટી માર્ટિને ૧૨ બોલમાં ૧૩ રન બનાવ્યા હતા. ભારત માટે રાધા યાદવે ૨૩ અને અરુંધતી રેડ્ડીએ ૨૨ રન આપીને બે-બે વિકેટ લીધી હતી. માનસી જાશી અને પૂનમ યાદવને ૧-૧ સફળતા મળી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



