રાજપીપળા પાલિકાની બોર્ડ મિટિંગ લગ્નસિઝનને કારણે મુલત્વી.

0
21

રાજપીપળા પાલિકા બોર્ડ મિટિંગ માટેના 4 તારીખે નીકળેલા સર્ક્યુલરમાં પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા કોંગ્રેસી સભ્યનું નામ ન્હોતું,આ મામલે કોંગ્રેસી સભ્યએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

હાઇકોર્ટના નિર્ણય બાદ રાજપીપળા પાલિકાએ કોંગ્રેસી સભ્ય ચંદ્રિકા વસાવાનું નામ દાખલ કરી નવું સર્ક્યુલર બહાર તો પાડ્યું પણ અચાનક કેમ બોર્ડ મુલતવી રહ્યું એ યક્ષ પ્રશ્ન.

રાજપીપળા :રાજપીપળા પાલિકાના ઇતિહાસમાં વર્ષો બાદ ભાજપને પૂર્ણ બહુમત મળ્યો હતો.તે સમયે પ્રથમ અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન વિવિધ સમિતિઓની રચના ન થતા ભાજપના જ અમુક સભ્યોમાં છૂપો રોષ ફેલાયો હતો.બીજી અઢી વર્ષની ટર્મ માટે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે જીગીશા ભટ્ટ ચૂંટાયા હતા.બાદ એમણે સમિતિઓની રચના અને બીજા હિસાબી કર્યો માટે 8મી ફેબ્રુઆરીએ બોર્ડ મિટિંગ બોલાવી હતી,એ મિટિંગ માટે 4 તારીખે સર્ક્યુલર પણ જાહેર કર્યું હતું.હવે અચાનક રાજપીપળા પાલિકા પ્રમુખે 8મી તારીખની બોર્ડ મિટિંગ મુલતવી રાખતો હુકમ કર્યો છે.

હવે રાજપીપળા પાલિકા પ્રમુખે ક્યાં કારણોસર બોર્ડ મિટિંગ મુલતવી રાખી એ મોટો પ્રશ્ન છે.રાજપીપળા પાલિકા વિસ્તારના ઘણા પ્રશ્નો મુદ્દે આ બોર્ડ મિટિંગમાં ચર્ચાઓ થવાની હતી.રાજપીપળા પાલિકા પ્રમુખ દ્વારા તો બોર્ડ મિટિંગ મુલતવી રાખતો હુકમ કરી દીધો.પણ હવે જ્યાં સુધી બીજી બોર્ડ મિટિંગ ન મળે ત્યાં સુધી પ્રજાના પ્રશ્નો તો અટવાયેલા જ રહેવાના,પ્રજાના પ્રશ્નોનું શુ?

■બોક્સ:લગ્નસિઝનને કારણે બોર્ડ મુલતવી રાખ્યું છે:જીગીશા ભટ્ટ,રાજપીપળા પાલિકા પ્રમુખ.

◆આ મામલે રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટે જણાવ્યું હતું કે અનિવાર્ય સંજોગો અને હાલ લગ્નસિઝન ચાલી રહી છે,કેટલાક સભ્યો લગ્નમાં હોવાથી હાજર રહી શકે એમ નથી.અને બોર્ડના હાજર રહેવા મુદ્દે કોંગ્રેસના સભ્ય ચંદ્રિકા વસાવા હાઇકોર્ટમાં ગયા છે અને સ્ટે પણ આવી ગયો છે. લગ્નસિઝન અને કોર્ટ મેટરને કારણે આ બોર્ડ મુલતવી રખાયું છે.આ તો ચૂંટણી લક્ષી બોર્ડ હતું એટલે ફરીવાર બોલાવી લેશો.

■પ્રમુખનો આદેશ હતો બોર્ડ મુલતવી રાખવાનો:અમિત પંડ્યા,મુખ્ય અધિકારી રાજપીપળા પાલિકા.

◆રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી અમિત પંડ્યાએ જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખનો એવો હુકમ છે કે હાલ કોર્ટ મેટર છે એટલે કાયદાકીય પ્રશ્નો ચર્ચા ન થઈ શકે એટલે બોર્ડ મુલતવી રાખવું.કોંગ્રેસના સભ્યને બોર્ડમાં હાજર રાખવા બાબતે કોંગ્રેસ હાઈકોર્ટ ગઈ હતી,કોર્ટના આદેશ મુજબ આપણે કોંગ્રેસી સભ્યને બોર્ડમાં હાજર રહેવા એજન્ડાથી બજવણી કરી,પણ એ દરમિયાન પ્રમુખે બોર્ડ મુલતવી રાખવા હુકમ કર્યો છે.

■બોક્સ:હાઇકોર્ટના આદેશ મુજબ પાલિકાએ બજવણી કર્યા બાદ કેમ બોર્ડ મુલતવી રખાયું?-મુનતેઝીર ખાન પઠાણ

◆આ મામલે રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા મુનતેઝીર ખાને જણાવ્યું હતું કે પેટા ચૂંટણીમાં અમારા સભ્યની જીત બાદ બોર્ડ મિટિંગ માટે જાહેર કરેલા સર્ક્યુલરમાં અમારા જીતેલા સભ્યનું નામ નહોતું,આ મામલે મેં પાલિકા મુખ્ય અધિકારીને રજુઆત કરી હતી.અમે આ મામલે હાઇકોર્ટમાં ગયા હતા અને કોર્ટે અમારા સભ્યને હજાર રાખવા હુકમ કર્યો.એ હુકમ મુજબ અમારા સભ્યને હાજર રાખવા એજન્ડા જાહેર કર્યા બાદ પણ કેમ બોર્ડ મુલતવી રખાયું દાળમાં જરૂર કાઈ કાળું લાગે છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY