નર્મદા જિલ્લાના આદિવાસી વૈજ્ઞાનિક બાળકોએ નર્મદા જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ શૈક્ષણિક જગતમાં રોશન કર્યું,
રાજપીપળા :ભુજ ખાતે જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત 46મુ રાજ્ય કક્ષાનું પ્રાથમિક,માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2018/19 યોજાયું હતું.નર્મદા જિલ્લાની મહાત્મા ગાંધી એકલવ્ય સ્કૂલ તિલકવાડા સ્કૂલે પણ ભાગ લીધો હતો.આ પ્રદર્શનમાં તિલકવાડા મહાત્મા ગાંધી એકલવ્ય સ્કૂલના કિંજલ વસાવા,જૈમીની વસાવા,રમેશ તડવી,દિનેશ વસાવા તથા દિવ્યા વસાવા દ્વારા તૈયાર કરાયેલ કૃતિ પાસ્કલનો ત્રિકોણ અને કુદરતી ખાતર દ્વારા થતી સજીવ ખેતીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને જિલ્લા પસંદગી પામી હતી.
જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તાલુકા કક્ષાએ કાર્બનિક કચરાનાં કંપોઝ ખાતર લીલો પડવાશ અને પશુઓના મળ-મૂત્રનો ઉપયોગ, 21મી સદીનું કલ્પવૃક્ષ સરગવો અને જૈવિક રીતે વિઘટન થઈ શકે તેવા સેનેટરી ેપકીન એમ ત્રણ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાઈ હતી.આ ત્રણ કૃતિ તાલુકા કક્ષાએ પ્રથમ આવીને જિલ્લા કક્ષાએ પસંદગી પામી હતી.જિલ્લા કક્ષાએ કુલ 70 કૃતિમાંથી મહાત્મા ગાંધી ગ્લોબલ ઇન્ડિયન એકલવ્ય સ્કૂલની ત્રણ કૃતિઓ રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2018-19માં પસંદગી પામી હતી.જે નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત છે.ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ મહાત્મા ગાંધી એકલવ્ય સ્કૂલ તિલકવાડા ઈતિહાસમાં એક મોટી સિદ્ધિ છે કે સૌ પ્રથમ વખત એક સાથે ત્રણ કૃતિઓ રાજ્ય કક્ષાએ પસંદગી પામી છે.સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ આ સૌ પ્રથમ વખત ઘટના બની છે.આ ત્રણ કૃતિના વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓમાં વસાવા અંકિત,રાઠોડ રાજ,અક્ષય વસાવા,આકાંક્ષા વસાવા,મનિષા ભગત,નૂતન વસાવા,સંધ્યા વસાવા,નિકિતા વસાવા,અને શીતલે ગોહિલનો સમાવેશ થાય છે.આ શાળાએ સતત ત્રીજી વખત પોતાની ગણિત વિજ્ઞાનની કૃતિઓ રાજ્યકક્ષાના પ્રદર્શનમાં પહોંચાડી નર્મદા જિલ્લાનું ગૌરવ શૈક્ષણિક જગતમાં વધાર્યું છે.શાળાના શિક્ષક રણવીર સિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી આ કૃતિઓ રાજ્ય કક્ષાએ પસંદગી પામતા આચાર્ય વિમલ મહેતાએ બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




