કડોદરામાં ટેન્કર ખાલી કરતા ઝેરી કેમિકલમાં ગુંગળાતા બેના મોત : એકની હાલત ગંભીર

0
9

પોલીસ પેટ્રોલિંગ વખતે ત્રણ લોકો બેહોશ હાલતમાં મળી આવ્યા : તબીબોએ બેને મૃત જાહેર કર્યા
સુરત, તા. ૦૯
ચલથાણ ગામમાં ગોકુળધામ સોસાયટી પાસે ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરતી વખતે ગુંગળામણ થતા ત્રણ લોકો બેભાન હાલતમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળી આવ્યા હતા જે પૈકી બેને સંજીવની હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. જ્યારે ત્રીજા વ્યકિતને સારવાર માટે સ્મીમેર ખસેડાયો છે.
કડોદરા પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચલથાણ ગામમાં ગોકુળધામ સોસાયટી પાસેથી મોડી રાત્રે ટેન્કર નં. જીજે-૦૨-ઝેડ-૭૯૨૭ પાસે ૩ લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની નાઈટ પેટ્રોલિંગ દરમિયાન આ દુર્ઘટનાની જાણ થતા સારવાર માટે પ્રથમ ચલથાણ સ઼જીવની હોસ્પિટલ લઈ જતા બે લોકોને મૃત જાહેર કરાયા હતા. જ્યારે ત્રીજા વ્યકિતને વધુ સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વધુમાં મળતી માહિતી મુજબ આ દુર્ઘટના માટે કેમિકલ ભરેલ ટેન્કર ગેરકાયદે ખાડીમાં ખાલી કરતી વખતે ગેસ લીકેજથી ગુંગળામણ થતા ત્રણે કર્મચારીઓન રેવા ભરવાડ ઉ.વ. ૩૬ રહે. અલથાણ કે.વી. મહેતા સ્કૂલની નજીક ભરવાડની ચાલ તથા ભર મેયા સાશિયા ઉ.વ. ૩૬ રહે. સચીન પારડી ગામ બાપા સીતારામ મિલની પાછળ, લક્ષ્મીનગર સોસાયટી હોવાનું જાણવા મળ્યું છે. કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોîધી વધુ તપાસ હાથ ધરી છે. ભગવાન અનેભ રતના મૃતદેહનું પોસ્ટમોર્ડમ થયા બાદ તેમના મોતનું સાચુ કારણ જાણવા મળશે. ત્રીજા વ્યકિત બેભાન હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે તે ભાનમાં આવ્યા બાદ ઘટના અંગેની વધુ માહિતી જાણવા મળશે. કેમિકલ ભરેલ ટેન્કર અંકલેશ્વર વાપીથી સુરત જિલ્લાની ખાડીમાં ગેરકાયદે ખાલી કરવાની ઘટનામાં આ દુર્ઘટના સર્જાઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY