એક સિવિલ હોસ્પિટલના તબીબ અને બીજી નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીનીને સ્વાઇનફલુની અસર
આરોગ્ય વિભાગે જરૂરી પગલાં લઈ દર્દીઓ અને તેની આસપાસના લોકોની કાળજી લીધી
જોકે સિવિલ હોસ્પિટલમાં જ્યાં સ્વાઈનફ્લુના દર્દીઓને રાખવાં આવે છે ત્યાં પાણીના ખાબોચિયા, ગટરના ખુલ્લા ઢાંકણા ના કારણે અન્ય બીમારીનો ખતરો
રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે હાલમાં બે સ્વાઈનફ્લુના દર્દીઓ જોવા મળ્યા છે જેમાં ખાસ એ જોવા મળ્યું છેકે બંને દર્દીઓ આરો્ય વિભાગ સાથે સંકળાયેલા છે જેમાં એક તબીબ છે અને એ રાજપીપળા સીવીલમાંજ ફરજ બજાવે છે જયારે એક નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીની છે જોકે આ બન્નેને જરૂરી સારવાર આપી આરોગ્ય વિભાગે તકેદારી લીધી હતી
એક તરફ આરોગ્ય વિભાગ તત્કાલ પગલાં લઈ રોગ પર નિયંત્રણ લાવવા પ્રયાસ કરે છે પરંતુ સિવિલમાં જ્યાં સ્વાઈનફ્લુના દર્દીઓને દાખલ કરાય છે ત્યાં નજીકમાંજ પાણીના ખાબોચિયા અને ગટરના ખુલ્લા ઢાંકણા જોવા મળતા એમ લાગ્યું કે સ્વાઇનફલુ માટે દાખલ થયેલા દર્દીઓ અન્ય બીમારીનો ભોગ પણ બની શકે છે. માટે જીલ્લાની વડી એવી રાજપીપળા સિવિલમાં દર્દીઓની ખાસ કાળજી લેવાય એ માટે સત્તાધીશો પ્રયાસ કરે એ જરૂરી છે.
બોક્ષ: અમે તાત્કાલિક તમામ જરૂરી પગલાં લીધા છે : ર્ડો.કશ્યપ (રોગ નિયંત્રણ અધિકારી )
નર્મદા આરોગ્ય વિભાગના રોગ નિયંત્રણ અધિકારી ર્ડો.કશ્યપે જણાવ્યું કે સિવિલના ડોક્ટર અને નર્સિંગની એક સ્ટુડન્ટ સ્વાઈનફ્લૂનો શિકાર બન્યા હતા પરંતુ આ બંનેને અને એમની સાથે રહેતા બધાને જરૂરી દવા અને અન્ય તકેદારીનું અમે ધ્યાન આપ્યું છે.જેના કારણે અન્ય ને આ વાયરસ ન લાગે આ બે દર્દી સિવાય જિલ્લામાં અન્ય કોઈ સ્વાઇનફલુ નથી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





