એલસીબી પીએસઆઇ એ કહ્યું …તમે ભરત શાહ છો એ કેવી રીતે ઓળખું હું…?!જોકે અમે બીજેથી ફોટો મેળવી લીધો

રાજપીપળાની કરજણ કોલોની સરકારી વસાહતમાંથી લાખોના જુગાર સાથે પાંચને દબોચી લીધા
જુગારના વેપલા સાથે સંકળાયેલા તત્વો જગ્યા બદલીને ગમે ત્યાં ધંધો કરે છે ત્યારે હજુ રાજપીપળામાં અમુક જગ્યા પર આવા અડ્ડા ચાલતા હોવાની ચર્ચા હોય પોલીસ આ બાબતે અજાણ…?!
રાજપીપળા : રાજપીપળા કરજણ કોલોની સરકારી વસાહત ખાતે જુગાર રમતા પાંચ જેટલા નબીરાઓને એલસીબીની ટીમે લાખોની રોકડ સાથે ઝડપી લેતા અન્ય જગ્યાઓ પર ખાનગીમાં જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો
નર્મદા જિલ્લાં દારૂ જુગાર પર પોલીસ કડક થઈ છે છતાં ખાનગીમાં જુગાર રમતા જુગારીયાઓ ગમે તે જગ્યા પર પોતાનો ધંધો કરતા પોલીસને બાતમી મળતાજ લાલ આંખ કરે છે ત્યારે ગતરોજ વડિયા રોડ પર આવેલી કરજણ કોલોની કે જે સરકારી કોલોની છે ત્યાં વસાહતમાં ચાલતા ુગારધામ પર નર્મદા એલસીબી એ છાપો મારતા ત્યાં જુગાર રમતા જુગારીયા ખુલ્લી જગ્યામાં લાઇટથી નીચે રમતા હતા જેમાં (૧) કૌશિક રવજીભાઈ તડવી રહે, કેવડિયા કોલોની (૨) ઇાઝ કાદરભાઇ કુરેશી,રહે,કસ્બાવાડ.રાજપીપળા (૩)નિતીનભાઇ રમણભાઇ પટેલ રહે,વાવડી તા.નાંદોદ(૪) મોહસીન કમાલ મહમદ રફીક ઘોી રહે,કામસોલી તા.તિલકવાડા(૫) વિજય શનાભાઇ વસાવા હાલ રહે,બી-૧ રૂમ નં.૭, વડીયા સરકારી વસાહત મુળ રહે. છત્રવિલાસ ગોકુળનગર રાજપીપળાને પોલીસે રેડ દરમીયાન ઝડપી લીધા બાદ તેમની અંગ ઝડતીના તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૧,૭૩,૧૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૭, કિંમત રૂપિયા ૯,૫૦૦/-તથા ઇકો ગાડી નંગ-૧, કિ.રૂ. ૧,૨૫,૦૦૦/-તથા ઇકો ગાડીની ડીકીમાંના રોક્ડ રૂ.૧૦,૦૦૦/- મળી સહિતના મુદ્દામાલ સાથે કુલ રૂ.૩,૦૭,૭૦૫/- સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.તપાસ ડી.એ.ક્રિશ્ચિયન, પો.સ.ઇ. રાજપીપળા કરે છે.
એલસીબી પોલીસે જુગારીયાઓના ફોટા આપવા બાબતે કર્યા આશ્ચર્યજનક સવાલ
એલસીબીએ કરેલી આ રેડમાં કેટલાક મોટા માથાઓ પણ પકડાયા હોય પોલીસે ગુનો દાખલ તો કર્યો પરંતુ જુગારમાં પકડાયેલા પાંચ વ્યક્તિઓના ફોટા અમારા પ્રતિનિધિએ માંગતા એલસીબી પીએસઆઇ વાઘેલાએ એમ સવાલ કર્યો કે હું કઈ રીતે માનુ કે તમે ભરત શાહ છો…?! તમને મેં જોયા નથી આપણે ક્યારેય મળ્યા નથી હું કેવી રીતે ફોટા આપું…? મારે મારી નોકરીનું પણ જોવું પડે … એમ જણાવતા પીએસઆઇ ના આ સવાલ કંઈક આશ્ચર્યજનક લાગ્યા ત્યારે એમ પણ લાગ્યું કે પોલીસ ફરિયાદ દાખલ કર્યા બાદ પણ આવા તત્વોને છાવરે છે…?
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




