રાજપીપળા : નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષની જેમ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઓગષ્ટ અને ફેબ્રુઆરી મહિનામાં વર્ષમાં બે વાર ઉજવવવામાં આવે છે, જે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય વિકાસ અંતર્ગત શરૂ કરવામાં આવેલ વ્યુહ રચના પૈકી એક છે. ગત તા. ૮ મી ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ જિલ્લા આર.સી. એચ. અધિકારી ડૉ. ડી.એન. બારોટ દ્વારા નાંદોદ તાલુકાનાં સુંદરપુરા ગામમાં તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધીકારી ડૉ. વિપુલ ગામિત દ્વારા અંબુભાઇ પુરાણી હાઇસ્કુલમાં ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં દરેક તાલુકાનાં દરેક ગામમાં વિશ્વ કૃમિ મુક્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાની કુલ આંગણવાડી- ૯૭૬ કેન્દ્ર અને શાળા ૮૯૮ ના કુલ મળીને અંદાજે ૧.૫૧ લાખથી વધુ બાળકોને કૃમિનાશક ગોળીઓ આપવામાં આવી હતી, જેમાં ૧ થી ૧૯ વર્ષની વયના તમામ બાળકોને આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર દ્વારા તેમજ શાળાઓમાં શિક્ષકોની હાજરીમાં કૃમિનાશક ગોળીઓ આપવામાં આવી હતી, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




