રાણપુરના માલણપુર ગામે સ્વાઈન ફ્લુ થી મહીલાનુ મોત થતા રાણપુર પંથકમાં હાહાકાર રાણપુર તાલુકાનો મૃત્યુ આંક 2 થયો

0
22

અગાઉ રાણપુરના નાનીવાવડી ગામે પણ સ્વાઈન ફ્લુ થી એક યુવક નુ મોત થયુ હતુ

પારૂલબેનના મોતથી બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી

સમગ્ર રાજ્યમાં સ્વાઈન ફ્લુ એ હાહાકાર મચાવી દીધો છે અને લોકો માં સ્વાઈન ફ્લુ ને લઈ ચિંન્તા માં મુકાયા છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના માલણપુર ગામની 27 વર્ષીની એક મહીલાનુ સ્વાઈન ફ્લુ ને કારણે મોત થયુ છે આ અંગે મળતી માહીતી મુજબ રાણપુર તાલુકાના માલણપુર ગામે પારૂલબેન નામની મહીલાને સૌપ્રથમ રાણપુર અને ત્યાથી બોટાદ ખાતે બતાવવામાં આવતા ત્યા રીપોર્ટ કરતા પારૂલબેનને તકલીફ વધુ હોય તાત્કાલિક ભાવનગર ની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી માલણપુર ગામે સ્વાઈન ફ્લુ નો કેશ નોંધાતા સરકારી આરોગ્યની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને લોકોને સાવચેત રહેવા અને જરૂરી દવાઓનુ વિતરણ કરવામાં આવ્યુ સાથે સરકારી આરોગ્ય કેન્દ્ર દ્વારા માલણપુર ગામ લોકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો જ્યારે આઠ દિવસ સુધી પારૂલબેનની સારવાર કરવામાં આવી અંતે પારૂલબેન નુ મોત થયુ હતુ પારૂલબેન નુ સ્વાઈન ફ્લુ ને કારણે મોત થતા નાના એવા માલણપુર ગામમાં ચિંન્તા ના માહોલ વચ્ચે શોકનુ મોજુ ફળીવળ્યુ હતુ
આ અંગે વધુ મળતી માહીતી મુજબ અગાઉ રાણપુરના નાનીવાવડી ગામે પણ એક 26 વર્ષીય યુવક નુ સ્વાઈન ફ્લુ ના કારણે મોત થયુ હતુ રાણપુર પંથક માં સ્વાઈન ફ્લુ એ બે વ્યક્તી નો જીવ લેતા રાણપુર પંથક માં હાહાકાર મચી ગયો છે જ્યારે રાણપુર શહેર માં પણ સ્વાઈન ફ્લુ નો એક કેસ નોંધાયો છે અને એ દર્દી હાલ અમદાવાદ હોસ્પીટલ માં સારવાર લઈ રહ્યો હોવાનુ જાણવા મળેલ છે.

પારૂલબેનનુ મોત થતા બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી

માલણપુર ગામના પારૂલબેન ના 2008 ની સાલ માં લગ્ન થયા હતા અને તેમને બે બાળકો હતા સ્વાઈન ફ્લુ થવાના કારણે મોત થતા બે બાળકો એ માતાની છત્રછાયા ગુમાવી છે બે બાળકોમાં મોટો દીકરો 6 વર્ષનો છે અને નાનો દીકરો 4 વર્ષની છે આ બન્ને બાળકો ને નાનપણ માંજ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક જોવા મળ્યો

પત્રકાર વિપુલ લુહાર દ્વારા તાત્કાલિક ઉકાળાનુ વિતરણ કરવા માટે રજુઆત કરાઈ

રાણપુર શહેર અને રાણપુર તાલુકાના ગામડાઓમાં લોકો ને સ્વાઈન ફ્લુ ના ઉકાળા પીવડાવવા અંગે રાણપુરના પત્રકાર વિપુલ લુહાર દ્વારા રાણપુર તાલુકા આરોગ્ય અધિકારી જાકીરહુશૈન સાહેબ નો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે આગામી દિવસો માં રાણપુર અને રાણપુર ના ગામડાઓમાં સ્વાઈન ફ્લુ ના ઉકાળા પીવડાવવામાં આવશે અને વધારે માં વધારે લોકોને આ ઉકાળો પીવડાવવામાં આવશે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY