વીએચપી,બજરંગ દળ,વેપારી મંડળો અને શહેરના નાગરિકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા અને અંતે આ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી
જમ્મુ કશ્મીરના પુલવામાં આતંકવાદી હુમલામાં શહિદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપતિને સંબોધતું આવેદન નર્મદા કલેક્ટરને આપી,ભારત એવો હુમલો કરે કે તેની નોંધ વિશ્વમાં આતંકવાદમાં માનનારા લે તેવી માંગ કરી રેલી કાઢી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી
રાજપીપળા : નર્મદા જિલ્લા વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા જમ્મુ કશ્મીરના પુલવામાં આતંકવાદી હુમલામાં શહિદ થયેલા વીર જવાનોની દુઃખદ ઘટનાને વખોડતું આવેદનપત્ર આપવામાં આવ્યું નર્મદા કલેક્ટરને આપાયેલા આવેદનમાં રાષ્ટ્પતિને સંબોધી લખ્યું હતું કે આ હુમલાને અમે શખત શબ્દોમાં વખોડીએ છીએ આવી ઘટનાઓથી આપણા સેનાના જવાનો શહાદત થાય છે માટે આવનારા સમયમાં આ આતંકીઓ અને એમના આકા ગણાતા પાકિસ્તાનને એવો પાઠ ભણાવવામાં આવે કે આ પછીની પાકિસ્તાની નસલો પણ આંખ ઉઠાવતા પેહલા હજાર વાર વિચાર કરે,ભારત એવો હુમલો કરે કે તેની નોંધ વિશ્વમાં આતંકવાદમાં માનનારા લોકો પણ ધ્રુજી ઉઠે અને સમગ્ર વિશ્વમાં ઉદાહરણ ગણાય
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






