નર્મદા જિલ્લા માં બે અલગ અલગ બનાવો માં બેે યુવાનોના મોત.

0
168

એક યુવાન વડોદરા ફતેગંજ ખાતેની આર્મી સ્કૂલ માં સિકયુરિટી તરીકે ફરજ પર જવાનું કહી ઘરે થી નીકળ્યા બાદ ગરુડેશ્વર નર્મદા નદી પાસે મૃતદેહ મળ્યો જયારે અન્યય એક યુવાન નું ખેતરમાં કામ કરતા ચક્કર આવતા મોત થયું.

રાજપીપળા: નર્મદા જિલ્લા માં બે અલગ અલગ બનાવો માં બે યુવાનોના અ.મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં પ્રથમ ઘટના માં વડોદરા વી આઈ પી રોડ પર આવેલી વૅકુંઠ -2 માંાં રહેતા આશિષભાઇ નવનીતભાઈ પંડ્યા (38) એ ગત તારીખ 28 ઑગસ્ટ એ સવારે આઠેક વાગે ઘરે થી ટિફિન લઈ પત્ની પ્રિયંકાબેન ને નોકરી પર જાવ છુંું એમ કહી નિકળ્યા હતા એ વડોદરા ફતેગંજ ખાતે આવેલી આર્મી ની ટ્રેનિંગ સ્કૂલ (EME) માં સેક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા પરંતુ ઘરે થી ફરજ પર ન પોહચતા ત્યાંથી ફોન આવતા પત્ની એ કહ્યું કે એ ક્યારના ત્યાં આવવા નીકળી ગયા છે ત્યારબાદ પણ ન પહોંચતા શોધખોળ બાદ 31 ઑગસ્ટ ના રોજ નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર ખાતે આવેલી નર્મદા નદી પાસે એ મૃત હાલત માં મળતા અનેક શંકા સેવાઈ રહી છે જોકે પોલીસ વિગત મુજબ એમનો મૃતદેહ જોતા મરનાર ના મોઢા માંથી ફીણ નીકળતું હતું ત્યારે કોઈ અગમ્ય કારણોસર એમને ઝેરી દવા પીધી હશે હાલ તો ગરુડેશ્વર પોલીસે અ.મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જયારે અન્ય એક ઘટના માં તિલકવાડા ના રેંગણ ગામ ની સીમમાં આવેલા ખેતર માં કામ કરતો ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી ગામનો યુવાન રવિન્દ્ર સોમાભાઈ તડવી (19) ને ખેતર માં કામ કરતા અચાનક ચક્કર આવી જતા એને તાત્કાલિ ગરુડેશ્વર ના સરકારી દવાખાને લઈ જવાયો હતો પરંતુ ત્યાં પોંહચતા જ ફરજ પર ના તબીબે એને મૃત જાહેર કર્યો હતો ત્યારે તિલકવાડા પોલીસે અ.મોત દાખલ કરી કાર્યવાહી કરી હતી ,આમ નર્મદા જિલ્લા માં બે યુવાનો ના અકસ્માતે મોત થયા બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY