રાજપીપળા :રાજભાષા હિન્દીનો વધુમાં વધુ વ્યાપ વધે તે હેતુથી નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર સંગઠન ગાંધીનગર દ્વારા 15 અને 16 ફેબ્રુઆરી 2019 એમ બે દિવસીય રાજભાષા હિન્દી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજપીપળાના રાજવી મહારાજા રઘુવીરસિંહજીના અધ્યક્ષ સ્થાને આ કાર્યશાળા યોજાઈ હતી.નહેરૂ યુવા કેન્દ્ર ગાંધીનગર સંઘઠનના સ્ટેટ ડાયરેક્ટર ડો.અનિલ કૌશિક અને રાજવી રઘુવીરસિંહજી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં નહેરુ યુવા કેન્દ્ર ગુજરાતના દિવ દમણ,સિલવાસથી યુથ કો-ઓર્ડિનેટરો અને એકાઉન્ટ ઓફિસરો,નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગર સ્ટેટ ડાયરેકટર અનિલ કૌશિક,નહેરુ યુવા કેન્દ્રના પ્રતિનિધિ અને ઉપાધ્યક્ષ નિલ રાવ સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના તમામ 28 જિલ્લાના નહેરુ યુવા કેન્દ્રના અધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.જેમને રોજિંદા કામમાં હિન્દી ભાષાનો વધુ અને સારી રીતે ઉપયોગ કરી શકાય તે માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શ અપાયું હતું.જેમાં મુખ્ય વાત એ હતી કે તમામ પત્રવ્યવહાર હિન્દીમાં કરવામાં આવે અને તમામ કાર્યક્રમના બેનર અન્ય ભાષામાં ભલે હોય પણ બે ભાષાનો ઉપયોગ કરવામાં આવે.જેમાં પ્રથમ રાષ્ટ્ર ભાષા હિન્દી લખવામાં આવે અને ત્યાર બાદ અન્ય ભાષા લખી બેનર બનાવવાનો આગ્રહ રાખવામાં આવે.કાર્યક્રમનો ઉદેશ્ય સમજાવતા નર્મદા જિલ્લા યુથ કોર્ડીનેટર વિઠ્ઠલ તાયડેએ જણાવ્યું કે બોલચાલ અને પત્ર વ્યવહારમાં હિન્દીનો વધુ ઉપયોગ થાય તે માટે ગુજરાતના તમામ જિલ્લાના નહેરુ યુવા કેન્દ્રના કાર્યકર્તાઓને આ કાર્યશાળા દ્વારા પ્રશિક્ષિત કરાયા છે.જયારે નહેરૂ યુવા કેન્દ્ર ગાંધીનગર સંઘઠનના સ્ટેટ ડાયરેક્ટર ડો.અનિલ કૌશિકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ કાર્યક્રમ થકી હિન્દી ભાષાનો વધુ ઉપયોગ થશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




