શ્રીનગર,તા.૮
પુલવામાં આતંકવાદી હુમલા પછી જૈશ એ-મોહમ્મદ ફરીથી ભારતને હચમચાવવાની સાજીશ રમી રહયું છે. ગુપ્ત સુત્રો પાસેથી મળેલી માહીતી અનુસાર જૈશ પુલવામા જેવા વધુ એક આતંકવાદી હુમલાની તજવીજમાં છે સાથે જ કાજીગુંડ અને અનંતનાગની વચ્ચે આવી કોઇ ઘટનાને અંજામ આપવાનો પ્લાન બનાવાયો છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર થયેલ આતંકી હુમલામાં ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા. ત્યાર પછી જૈશ એ મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી. હવે જૈશની વધુએક સાજીસના સમાચારથી સુરક્ષા એજન્સીઓ સજાગથઇ ગઇ છે. બે દિવસ પહેલા ગુપ્તચર એજન્સીએ આ અંગે એલર્ટ જાહેર કર્યુ છે.
જૈશના આતંકવાદીઓ એક ચોરી કરાયેલ ટાટા સુમો ગાડી દ્વારા હુમલાની ફીરાકમાં છે સાથે જ ગાડીમાં આઇઇડીનો ઉપયોગ કરી પુલવામા જેવો હુમલો ફરીથી કરવાનું ષડયંત્ર રચાયું છે. આતંકવાદીઓએ પુલવામામાં પણ આઇઇડી અને કારના ઉપયોગથી જ હુમલો કર્યો હતો. વિસ્ફોટકોથી ભરેલી કારને સીઆરપીએફના વાહનમાં ટકરાવીને વિસ્ફોટ કરાયો હતો. સુત્રોઅનુસાર જૈશ સુરક્ષા પ્રતિષ્ઠાનો અને સુરક્ષાદળોના કેમ્પને પણ નિશાન બનાવી શકે છે. સુત્રોએ કહયું છે કે આગામી ૩ થી ૪ દિવસમાં આ હુમલાની યોજના બનાવાઇ છે. આ માહીતી પછી બધા સુરક્ષાદળોને એલર્ટ કરી દેવાયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




