હુમાની ‘લૈલા’ જૂનની ૧૪મીએ રજૂ થશે

0
6

મુંબઈ,તા.૯
અભિનેત્રી ફિલ્મ નિર્માત્રી હુમા કુરૈશીની સિરિઝ લૈલા ચાલુ વર્ષના જૂનની ૧૪મીએ રજૂ થશે એવી ઔપચારિક જાહેરાત હુમાના પ્રવક્તાએ કરી હતી.
ઇન્ટરનેશનલ ફિલ્મ સર્જક દીપા મહેતા આ ફિલ્મની એક્ઝિક્યુટિવ પ્રોડયુસર છે. પ્રયાગ અકબરની વખણાયેલી એ જ નામની નવલકથા પરથી આ સિરિઝ બની રહી છે. હુમા એમાં એક નિર્ભય અને આશાવાદી યુવતી શાલિનીનો રોલ કરી રહી છે.
હુમા ઉપરાંત આ સિરિઝમાં સિદ્ધાર્થ, રાહુલ ખન્ના, સંજય સૂરી અને આરિફ ઝકરિયા ચમકી રહ્યા છે. સેંકડો વર્ષથી ચાલી આવતી લોકકથા લૈલા મજનુ સાથે આ લૈલાને કશી લેવાદેવા નથી.
હુમાએ એક નિવેદન જાહેર કરીને એવો દાવો કર્યો હતો કે શાલિનીનું પાત્ર આજની યુવતીઓનું પ્રતિનિધિત્વ કરે છે એટલે દર્શકોને જરૂર ગમશે.
એક ગ્રીષ્મ ઋતુમાં પોતાની પુત્રીને ગુમાવી ચૂકેલી શાલિની પુત્રીની તલાશમાં છે. છ એપિસોડની આ સિરિઝનું ડાયરેક્શન દીપા મહેતા, શંકર રમણ અને પવન કુમારે કર્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY