ખેડૂતોને માર્કેટ દરથી 4 ઘણા વધારે વળતર ચૂકવવા માંગ : ખેડૂતોની પરવાનગી વગર કોન્ટ્રાકટરો ખેતરોમાં ઘૂસી રહ્યા છે
રાજ્ય ખેડૂત સમાજ મુખ્યમંત્રીને મળશે, પી.એમ ને લખશે પત્ર : ખેડૂત વિરોધી નિર્ણય સામે સમાજ ખડે પગે ઉભો રહેશે.
રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને પ્રવાસીઓ માટે રેલવે સુવિધા ઉભી કરવા સરકાર દ્વારા ચાંદોદ થી કેવડિયા 40 કિમિ લાંબી રેલવે લાઈનની કામગીરી ચાલી રહી છે ત્યારે સરકાર રેલવે લાઈન માટે 36 મીટર પહોંળી જમીન સંપાદિત કરી રહી છે અને જે જંત્રી કરી માત્ર 25 રૂપિયે મીટરના ભાવે રૂપિયા આપવાની વાત કરી રહી છે. ત્યારે તિલકવાડા વિસ્તારમાં 18 ગામોને અસર પહોંચે તેમ છે, 100 થી વધુ ખેડૂતોની જમીનો આ રેલવે લાઈનમાં જતી હોય મોંઘી જમીન આપવા ખેડૂતો તૈયાર નથી ત્યારે ખેડૂતોમાં વિરોધ વધી રહ્યો છે અને સરકાર નીતિ નિયમો નેવે મૂકી સંપાદિત કરી રહી હોય ખેડૂતોની ફરિયાદ ને લઈને આજે ગુજરાત રાજ્યના ખેડૂત સમાજ સંઘઠનના હોદેદારોએ તિલકવાડાની મુલાકાત લીધી જેમાં પ્રમુખ જયેશ પટેલ, ભરૂચ નર્મદા ખેડૂત સમાજ પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરીયા, વટારીયા સુગરના ચેરમેન સંદીપસિંહ માંગરોલા, દક્ષિણ ઝોન પ્રમુખ જયેશ પટેલ સહીતના આગેવાનોની ટીમે આજે તિલકવાડાના ગામોની મુલાકાત લીધી અને ખેડૂતોને મળ્યા હતા. ખેડૂતોએ પોતાની સાથે થતા અન્યાયની વાત આ કમિટીને કરી હતી. અને આગામી 21 ફેબ્રુઆરીના રોજ મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરી સાથે જિલ્લા કલેક્ટર નર્મદાને આવેદન પત્ર આપશે અને સાથે આ સંદર્ભે મુખ્ય મંત્રીને મળશે અને પીએમ ને પણ આ બાબતે વધુ વળતર આપવા રાજ્ય ખેડૂત સમાજ સંગઠન પત્ર લખશેની વાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં પહેલા છોટાઉદેપુર થી છુછાપુરા તણખલા અને કેવડિયા આ સાથે કેવડિયા થી રાજપીપલા જોડતી રેલવે લાઈન મંજુર થઇ હતી એટલે કેવડિયા ખાતે વડોદરા થી સીધી છોટાઉદેપુર થી પ્રવાસીઓ આવી શકતા જયારે અંકલેશ્વર થી રાજપીપલા થઈ કેવડિયા પ્રવસીઓ આવી શકતા આમ બે લાઈનો ખુલ્લી થતી જે લાઈનોનો સર્વે પણ થઇ ગયો છે છતાં સરકાર એ લાઈન કોંગ્રેસ સરકારની યોજના ગણાવી આ નવી યોજના માત્ર નેતાઓના મળતીયાઓને સાચવવા નાખવામાં આવી રહી છે એવો પણ ખેડૂતો હાલ આક્ષેપ લગાવી રહ્યા છે.
બોક્ષ : આ ચાંદોદ થી કેવડિયા 40 કિમિ રેલવે લાઈન નાખવાની સરકાર ારા કામગીરી શરૂ કરી છે જેમાં સરકારના કોન્ટ્રાક્ટરો ખેડૂતોની મંજૂરી વગર ખેતરોમાં ગુસી પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે સાથે અધિકારીઓ આ ખેડૂતોને જંત્રીના હિસાબે વળતર ચુકવવાની વાત કરે છે ત્યારે જમીન સંપાદન 2013 ના કાયદાની જોગવાઈ પ્રમાણે બજાર કિંમત કરતા 4 ઘણું વળતર ચૂકવવામાં આવે એટલુંજ નહિ આ વિસ્તારમાં 100 ટકા નાના સીમાંત ખેડૂતો છે જેમની પાસે 2 વીંઘા કે તેથી પણ ઓછી જમીન છે ત્યારે તે જમીન પણ ના લઈ શકાય અથવા વધુ વળતર ચુકવવાની જોગવાઈ છે ત્યારે સરકાર આ તમામ નીતિ નિયમો નેવે મૂકી પોતાના કાયદા લગાવી રહી છે જે ખોટું છે, અમે ખેડૂતોના હિત માટે લડીશું જરૂર પડે કોર્ટ ના દ્વાર પણ ખખડાવીશું >>>જયેશ પટેલ પ્રમુખ –ગુજરાત રાજ્ય ખેડૂત સમાજ
બોક્ષ : વર્ષો પહેલા નારણ રાઠવા રેલવે મિનિસ્ટર હતા ત્યારે જેમ હાલ વડોદરા થી છોટાઉદેપુર લાઈન ચાલુ છે એજ લાઈન છુછાપુરા થી તણખલા થઇ ને કેવડિયા આવે જ્યાંથી રાજપીપલા જોઈન્ટ થઇ જાય આમ બે બાજુથી પ્રવાસીઓ આવી શકે એ લાઈન મંજુર થઈ અને સર્વે પણ થયો સાથે જમીનો સંપાદિત પણ થઇ ગઈ છતાં પણ નવી લાઈન કરી, જો જૂની લાઈન રાખી હોત તો હાલ રેલવે લાઈન ચાલુ થઇ ગઈ હોત > સંદીપસિંહ માંગરોલા ચેરમેન વટારીયા સુગર
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




