નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ભચાઉ વિભાગની સુચના અને માર્ગદર્શન હેઠળ અત્રેના ડીવીઝનની તા.૧૬/૦૨/૨૦૧૯ ના રાપર તેમજ આડેસર પો.સ્ટે.ની હદમાં ઇ.પો.ઇન્સ. એલ.એલ.ચાવડા તથા સ્ટાફના પો.કર્મચારીઓ રાપર પો.સ્ટે.નાઓ દ્વારા આરોપી અહેમદશા શેખ રહે-રાપરવાળાની કબજાની ટાટા ઇન્ડીગો કારમાં ઇગ્લીશ દારૂ કુલ કિ.૪૨,૦૦૦/- રૂપિયા સાથે મળી આવી દારૂ તથા ટાટા ઇન્ડીગો કાર કિ.રૂ. ૭૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ. ૧,૧૨,૦૦૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. અને આ રેઇડ અનુસંધાને રાપર પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.ન.૫૦૩૧/૧૯ પ્રોહી ક.૬૫એઇ,૧૧૬બી,૯૮(૨) મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ છે. સાથે સાથે પો.સબ.ઇન્સ. વી.જી.લાબડીયા તથા સ્ટાફના પો.કર્મચારીઓ આડેસર પો.સ્ટે.નાઓ દ્વારા કિડીયાનગર ગામે જુગાર અંગે રેઇડ કરતા કુલ ૧૧ આરોપીઓને રોકડા રૂ.૨૨,૧૯૦/- સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. અને આ રેઇડ અનુસંધાને આડેસર પો.સ્ટે. સે.ગુ.ર.ન.૩૦૦૫/૧૯ જુ.ધારા ૧૨ મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ છે.
ગૌતમ બુચિયા,રિપોર્ટર કચ્છ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



