આંતકવાદીઓનો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેકી કરી હોવાનો આઈબીના રિપોર્ટની વાતથી હાઈ એલર્ટ ઝોનમાં મુકાયું

0
66

નર્મદા બંધ અને સ્ટેચ્યુની સુરક્ષા માટે ગોંડલ SRP ની બટાલીયન વધી

રાજપીપળા : નર્મદા સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાને બે આતંકી મલ્ટીપલ બૉમ્બ બ્લાસ્ટ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ધ્વસ્ત કરી શકે છે તેવું આઈ બી નું એલર્ટના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરાયો છે ત્યારે સોમવારે રજાના દિવસે પણ સુરક્ષા સજડ રહી હતી.

જમ્મુ કાશ્મીરમાં crpf ના કાફલા પર આતંકી હુમલા બાદ સમગ્ર દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે,ત્યારે મહત્વપૂર્ણ એવા નર્મદા ડેમ અને સ્ટેટ્યૂ ઓફ યુનિટી કે જેને વાઈટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા વ્યવસ્થા ઉભી કરાઈ છે.અને સુરક્ષા સઘન બનાવાઈ છે.હાલ નર્મદા પોલીસ અને srp નર્મદા બટાલીયનનાં 800 થી વધુ જવાનો ખડેપગે છે ત્યારે હાલ જિલ્લાની અન્ય પોલીસને પણ અહીંયા તૈનાત કરાઈ છે.તો વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ સુરક્ષા સઘન કરાઈ છે.સમગ્ર પ્રિમાઇસીસમાં srp સહિત ખાનગી સિક્યોરીટી પણ એલર્ટ પર છે.ગુજરાત પોલીસના 400 થી વધુ જવાનો srp ની 9 કંપનીની સુરક્ષા ઉભી કરાઈ છે જોકે આજે સોમવાર હોવાથી સ્ટેટ્યૂ પ્રવાસીઓ માટે બંધ છે પરંતુ અહીં આવતા તમામ વાહનો અને તમામ વ્યક્તિઓનું સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે.

બોક્ષ : નર્મદા પોલીસ અને SRP એક દમ સજ્જ છે : ચિરાગ પટેલ

આ બાબતે નર્મદા બટાલીયન SRP ના DYSP ચિરાગ પટેલે જણાવ્યું હતું કે હાલ કડક બંધોબસ્ત રખાયો છે. અને પ્રવાસીઓ, સ્થાનિક કર્મચારીના પણ આઈ કાર્ડ ચેક કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોઈ પણ પરિસ્થિતિ હોય નર્મદા પોલીસ અને SRP એક દમ સજ્જ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY