મુંબઈ,તા.૧૮
‘ગલી બોય’ દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. પરફોર્મન્સ ની વાત કરીએ તો તમામ કલાકાર એકબીજા પર ભારે પડે છે. પછી તે રણવીર સિંહ હો, વિજય રાજ હોય, આલિયા ભટ્ટ કે પછી સિદ્ધાર્થ ચતુર્વેદી હોય.
રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ‘ગલી બોય’ દર્શકોને ખુબજ ઇમ્પ્રેસ કરી રહી છે. આ ફિલ્મની શરૂઆતની સાથે જ બોક્સ ઓફિસ પર તેને એવી પકડ જમાવી છે કે તે ટૂંક સમયમાં જ ૧૦૦ કરોડ ક્લબમાં શામેલ થઇ શખે છે. તેણે ફક્ત ત્રણ દિવસમાં ૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. અને ઓવરઓલ કમાણીની વાત કરીએ તો ચાર દિવસમાં તે ૮૦ લાખ રૂપિયાને પાર પહોંચી ગઇ છે ફિલ્મની શરૂઆત ખુબજ શાનદાર રહી. વેલેન્ટાઇન ડેનાં અવસર પર આ ફિલ્મે પહેલા દિવસે ૧૯.૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ઝોયા અખ્તરનાં ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ ધારાવીનાં એક યુવકની કહાની છે તેને અહેસાસ થાય છે કે તે આ દુનિયામાં આવ્યો છે ફક્ત અને ફક્ત રેપર બનવા માટે. પોતાનું સપનું સાચુ કરવા માટે તે જીવ રેડી દે છે. તે ઉપરાંત ફિલ્મમાં એક લવ સ્ટોરી પણ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જાહેર કરેલાં આંકડા મુજબ ફિલ્મે ૩ દિવસમાં ૫૧.૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી છએ. રવિવારે ફિલ્મની ઓવર ઓલ કમાણીનો આંકડો જાહેર કર્યો જે મુજબ આ ફિલ્મ આજનાં દિવસમાં જ ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. આલિયા અને રણવીરની આ લવસ્ટોરી પણ દિલ જીતી લે છે. પરફોર્મન્સની વાત કરીએ તો દરેક કલાકાર બીજા પર ભારે પડે છે. ફિલ્મનાં દરેક સીન તમને જકડી રાખે તેમ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




